• Gujarati News
  • National
  • કડોદમાં પાણી દૂષિત આવવાની સમસ્યા અકબંધ

કડોદમાં પાણી દૂષિત આવવાની સમસ્યા અકબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના કડોદ ગામે છેલ્લા ઘણા દિવસોથી ગામના પારસીવાડ, બ્રહ્મણ ફળિયુ, ટીચર્સ સોસાયટી અને ભોયવાડ સહિતના વિસ્તારના વિસ્તારમાં સવારે આપવામાં આવતું પાણી દુર્ગંધ અને ડોહળુ આવતું હોવાથી લોકોમાં ભય ઊભો થઈ રહ્યો છે. અંગે અવાર નવાર રજૂઆત છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી. ગ્રામજનો કપરી પરિસ્થિતિમાં મુકાયા હોવા છતાં ગામના માંધત આંગેવાનો પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં આંખઆડા કાન કરી રહ્યાં છે. દિવસે દિવસે ગ્રામજનોની પરિસ્થિતિ કફોડી બની રહી છે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અંગે મોટુ અભ્યાન છેડ્યું છે. લોકો સ્વચ્છ વાતાવરણમાં રહી સ્વસ્થ્ય રહે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. પરંતુ કડોદ ગામ આની વિપરીત દિશામાં ચાલી રહ્યું હોય તેવુ લાગે છે. કડોદ ગામે છેલ્લા ઘણા દિવસોથી દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની રાવ ઉઠી છે. ગામમાં આવેલ પારસીવાડ, ટીચર્સ સોસાયટી, બ્રહ્મણ ફળિયું અને ભોયવાડ સહિતના વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વિસ્તાર આશરે 800 કરતાં વધુ વસતિ ધરાવે છે.

ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી સાથે દૂષિત પાણી મિશ્રીત થઈ જતાં દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. અંગે સ્થાનિક ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક રહીશોએ અન્ય જગ્યાએથી પીવાના પાણી વ્યવસ્થા કરવી પડી રહી છે. આવનારા દિવસોમાં જો કોઈ પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તો ફરી રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.

રોગચાળાનું જોખમ વધ્યું

કડોદગામે છેલ્લા ઘણા દિવસથી અમૂક વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાથી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. માટે રહીશો અન્ય જગ્યાએ પીવાના પાણી લેવા માટે ફાફા મારી રહ્યાં છે.

પંચાયતદ્વારા કોઇ કાર્યવાહી નહી

^ગામનારહીશના જણાવ્યા અનુસાર એક તરફ સરકાર સ્વચ્છતાની વાત કરી રહી છે ત્યારે કડોદ ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવતું પાણી દૂષિત છે. અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પંચાયતનું પેટનું પાણી હલતું નથી. > કોકીલાબહેનવ્યાસ, માજીગ્રામ પંચાયત સભ્ય

પાણીની લાઈનમાં આવતું દૂષિત પાણી.

ઘણાં દિવસો થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતાં રહીશોમાં રોષ

પારસીવાડ, બ્રાહ્મણ ફળિયુ, ટીચર્સ સોસાયટી અને ભોયવાડ સહિતના વિસ્તારમાં પીવાનું પાણી દુષિત મળે છે

અન્ય સમાચારો પણ છે...