• Gujarati News
  • National
  • વ્યારામાં RSS દ્વારા જિલ્લાની જાગરણ શ્રેણી પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરાયું

વ્યારામાં RSS દ્વારા જિલ્લાની જાગરણ શ્રેણી પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિરેરાખવામા આવ્યુ હતુ વગૅમા રાષ્ટ્રીર સ્વયંસેવક સંઘના નવસારી વિભાગના સંઘચાલક રાજેશભાઈ રાણા,નવસારી ધર્મજાગરણના સંયોજક ચેતનભાઈ પ્રજાપતિ, નવસારી વિભાગના પ્રચારક વિજયભાઈ પરમાર, વ્યારા જિલ્લાકાયૅવાહક ચંદનસિંહ ગોહિલ ધર્મજાગરણના રાકેશભાઈ ગામીત વ્યારા જિલ્લા સહકાર્યવાહક વિનોદભાઈ ચૌધરી સહિત તમામ તાલુકાઓમાથી સંઘના કાર્યકરો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા અને પ્રશિક્ષણ વર્ગ બે છત્રમા લેવામાં આવ્યા હતા.

વ્યારા ખાતે યોજાયેલ જાગરણ શ્રેણી વર્ગને નવસારીના સંઘચાલક રાજેશભાઈ રાણાએ જણાવ્યુ કે સંઘ એટલે શાખા. શાખા એટલે કાર્યક્રમ શાખા પ્રવેશ થાય એટલે જાગૃતતા આવે છે. સંઘનુ તત્વજ્ઞાન જરૂરી છે જાગરણ શ્રેણીમાં સંપકૅ, સેવા, પ્રચાર અને ગતીવીધી કાર્યકર્તામાં ધર્મજાગરણ સામાજીક સમરસતા કુટુબપ્રબોધન, ગ્રામવિકાસ,ગૌસેવાને લગતી અને શિક્ષણ,સંસ્કાર,સ્વાવલંબન સ્વાસ્થથી ગ્રામ્ય મજબુત બને તેની વિસ્તૃત સમજ આપવામા આવી હતી. ધર્મજાગરણના નવસારીના સંયોજક ચેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યુ કે જાગરણ શ્રેણીમાં સંપકૅ, સેવા, પ્રચારને મહત્વ આપતા આપણે સમાજને જોડવાનું ભગીરથકાર્ય કરવાનુ છે. લોકસંપર્ક દ્વારા સમાજને મજબુત બનાવી શકાય છે. સંપર્ક સંગઠનનો પ્રાણ છે. યુવા સંગઠનશકિત જાગ્રત કરી શકાય છે. વિજયભાઈ પરમારે જાગરણ શ્રેણીના કાર્યકર્તાઓને સામાજીક સમરસતા લોકોને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને તમામ વર્ગ સાથે લાવીને બેઠક કરીને સામાજીક પરિવર્તન કરી શકાય છે.

વ્યારા ખાતે જાગરણ પ્રશિક્ષણ વર્ગમાં રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા સામાજીક સદભાવના બેઠક, વૃક્ષારોપાણ, સ્વદેશી સુરક્ષાસપ્તાહ, પ્રબોધન કાર્યક્રમ, મુખ્યમાર્ગ યોજના જેવા કાર્યક્રમ દ્વારા દરેક તાલુકા કક્ષાએ કરવાનું આયોજન કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમમાં સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

અન્ય સમાચારો પણ છે...