• Gujarati News
  • National
  • કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા અંગે પરિસંવાદ યોજાયો

કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા અંગે પરિસંવાદ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | વિશ્વાભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા અંતર્ગત 27મી જુલાઈના રોજ કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદનો પ્રારંભ પ્રભુપ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. મુખ્ય અતિથી વિશેષ વક્તા ડો. સેજલ પટેલનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. પરિસંવાદનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને તરૂણાવસ્થામાં તથા શારિક ફેરફારથી વાકેફ કરવાનો હતો. ડો. સેજલ પટેલે ભિન્ન ભિન્ન વિષયોની સમજ પ્રોજેક્ટર દ્વારા આપી શારીરિક ફેરફારોથી જ્ઞાત કર્યા હતાં. વિદ્યાર્થિનીઓએ પોતાના મુઝવતાં પ્રશ્નો પૂછી પોતાની સમસ્યાનું નિરાકરણ કર્યુ હતું. શાળાના આચાર્યા ડુમસિયા મેડમ ડો. સેજલ પટેલનો આભાર વ્યક્ત કરી પરિસંવાદનું સમાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...