• Gujarati News
  • National
  • સુરત ધૂલિયા હાઈવે પર દીપડો ટહેલતો દેખાયો

સુરત ધૂલિયા હાઈવે પર દીપડો ટહેલતો દેખાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના માણેકપોરના ચાર યુવાનો બારડોલીથી રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં માણેકપોર ફરી રહ્યાં હતાં તે દરમિયાન બારડોલી વ્યારા રોડ પર ઉવા ગામની સીમમાં નહેર નજીક હાઈવે પર એક કદાવર દીપડો નજરે પડતાં ચારે ચાર યુવાનો ચોંકી ગયા હતાં. અને થોડીવાર માટે કાર ઊભી રાખતાં દીપડો હાઈવે ક્રોસ કરીને ખેતરાડી વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો.

સુરત જિલ્લામાં દીપડા દેખાવાના અને દીપડા દ્વારા પશુઓ પર હુમલાના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે. પરંતુ હવે દીપડાઓ વાહનોથી ધમધમતા હાઈવે નજીક દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માણેકપોર ગામના ચાર યુવાનો સંદિપસિંહ એરથાણા, જીગર ચાવડા, સંકેત વાંસિયા, હિરેન એરથાણાનાઓ કામ અર્થે બારડોલી ગયા હતાં. શુક્રવારની રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં તમામ મિત્રો કારમાં પરત ઘરે ફરી રહ્યાં હતાં ત્યારે ઉવા ગામની સીમમાંથી પસાર થતી નહેર નજીક એક કદાવર દીપડો નજરે પડ્યો હતો. દીપડને જોતા તો ચોંકી ઉઠ્યા હતાં અને તેમણે કાર ઊભી રાખી હતી. દીપડો ક્ષણવાર માટે રોડ પર ઊભો રહીને તેમની કાર સામે જોયા ત્યારબાદ છલાંગ મારીમને પલ ભરમાં દીપડાએ હાઈવે ક્રોસ કરીને ખેતરાડી વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. દીપડો હાઈવે પર નજરે પડતાં નાના વાહન ચાલકો માટે ભય ઊભો થઈ રહ્યો છે. ધમધમતા હાઈવે પર દીપડો બિન્દાસ ફરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

હાઇવે પર દીપડો દેખાવાની પ્રથમ ઘટના

ઉવાગામના અગ્રણીના જણાવ્યા અનુસાર ઉવા માણેકપોર પંથકમાં ભૂતકાળમાં 5થી 6 દીપડા પકડાઈ ચૂક્યા છે. અદીપડો માત્ર ખેતરાડી વિસ્તારમાં જોવા મળતાં હતાં. હવે હાઈવે પર દીપડા દેખાવાનો કિસ્સો પહેલો છે.

માણેકપોરના યુવકોને રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઉવા ગામ પાસે દીપડો હાઈવે ક્રોસ કરતો નજરે ચઢ્યો

અન્ય સમાચારો પણ છે...