તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘કઠોર હ્ય્દયવાળા ક્યારે મોક્ષ પામી શકતા નથી’

‘કઠોર હ્ય્દયવાળા ક્યારે મોક્ષ પામી શકતા નથી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | શ્રીસરદાર બાગ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ હિરાચંદ નગર બારડોલી ખાતે પધારેલ રાષ્ટ્ર સંત પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજીની મ. સા. આદિની નિશ્રામાં ધર્મનો રંગ જામતો જાય છે. દરરોજ પૂજ્ય અમૃતવાણીમાં ધર્મનો મર્મ સમજાવી રહ્યાં છે.

સોમવારના પ્રવચનમાં પૂ. ભાગ્યસુંદર વિજય જી. મ.સા શ્રોતાજનોને મોક્ષના માર્ગે ચાલવા માટે જરૂરી પરિબળો વિશે સમજાવતાં કહ્યું કે જો જીવે મોક્ષમાર્ગ પર ચાલવું હોય તો સર્વ પ્રથમ હ્ય્દયમાં કોમળતા હોવી જોઈએ. કઠોર હ્ય્દયવાળા ક્યારે મોક્ષમાં જઈ શકતા નથી. અને ભગવાન પણ એમને ત્યાં આવતાં નથી. બીજા નંબરે સ્વભાવમાંશીતળતા હોવી જોઈએ. વ્યક્તિનો સ્વભાવ શાંત હોવો જોઈએ. કોઈની સાથે ક્રોધ કરવો નહીં. ત્રીજા નંબરમાં વ્યક્તિનું મન સરળ હોવું જોઈએ. મનમાં સહેજ પણ વક્રતા હોવી જોઈએ નહીં. પોતાનાથી કોઈ પણ ભૂલ થાય સરળતાથી સ્વીકારવી જોઈએ અને એટલી સરળતાથી સામેવાળાની ભૂલને માફી આપવી જોઈએ. આગળ વધતાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે મોક્ષે જવા ઈચ્છનારા દરેક જીવે વાણીમાં મધુરતા રાખવી જોઈએ. ઉદારણ આપતાં જણાવ્યું કે જમવામાં કોઈ વાનગીમાં કંઈક ખામી રહી ગઈ હોય તો માં પત્ની, વહુ, દીકરી સાથે ઝઘડો કરવો નહીં કે કટાક્ષ અને કડવી ભાષામાં કહેવું પણ નહીં.

વિજય રત્ન સુંદર સુરીશ્વરજીનું પ્રવચન

અન્ય સમાચારો પણ છે...