તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નગરમાં જેસીબી દ્વારા થતાં ખોદકામ અંગે બારડોલી પાલિકા સાવ અજાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરમાં જેસીબી દ્વારા થતાં ખોદકામ અંગે બારડોલી પાલિકા સાવ અજાણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગ પર જેસીબી દ્વારા નવું બીએસજી કામમાં ખોદકામ કરવા છતાં પાલિકાતંત્ર અજાણ હતું. જે બીજા દિવસે પણ ખોદકામ થતાં નિદ્રાધીન પાલિકા બપોર પછી જાગી હતી. અને કામ અટકાવ્યું હતું.

બારડોલીના આચાર્ય તુલસી માર્ગ પર આવેલ હેડગેવાર ચોકથી પસાર પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગ જે તાજેતરમાં બન્યો છે. સાઈડમાં બીએસજીનું કામ થતું હોય છતાં નવા કામમાં જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ લાંબા અંતરમાં થઈ ગયું હોવા છતાં મોટી કમનસીબીની વાત હતી કે ખોદકામ જેસીબી કોણ કરાવે એની પણ જાણ હતી. જે અંગે દિવ્ય ભાસ્કરમાં સોમવારે અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં. જોકે, બપોર સુધી પણ શાસકો અજાણ હતાં. બપોરે ફરી જેસીબીથી માર્ગની બીજી તરફ ખોદકામ શરૂ કર્યુ હતું. જે બાબતની જાણ ચીફ ઓફિસર વિજય પરીખને થતાં તાત્કાલિક ખોદકામ અટકાવી દેવામાં આવ્યું હતું. અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્ર દોડતું બન્યું હતું. અને દરમિયાન જેસીબ ખોદકામ બારડોલી બીએસએનએલ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. માર્ગ પર સ્ટ્રોમવોટર લાઈનની કૂંડી માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનાથી ટેલિફોનનો કેબલ કપાઈ ગયો હતો. અને દોઢસો બસો ફોન બંધ થઈ ગયા હોવાથી કેબલ રિપેરિંગ માટે ખોદકામ કરાયું હોવાનું જણાવ્યું હતું. માર્ગની સાઈડ પર બીએસજી કામ હોય ડામર કામ થાય તે પહેલા રિપેરિંગ માટે ખોદકામ કરાયું હતું. જોકે, ખોદકામ બાબતે પાલિકામાં કોઈ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેના કારણે બપોર બાદ બીએસએનએલ અને પાલિકાના અધિકારી ભેગા થઈ ગયા હતાં. સ્થિતિ બાબતે અંદરો અંદર ચર્ચા વિચારણ કરી હતી. બોક્સ નગરના રસ્તાઓ પર ખોદાકમ કરવામાં આવે એજન્સીઓ દ્વારા જેતે વિભાગમાં જાણ કરવા વગર આડેધડ ખોદકામ કરી મોટું નુકસાન કરતાં હોય છે.

નવા માર્ગ પર થતા ખોદકામની જાણ પાલિકાને છેક બીજા દિવસે થતાં કામ બંધ કરાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો