તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | તેનમાં રહેતા આધેડ રિક્ષામાં રોકડા રૂપિયા સાથેનું પાકીટ ભૂલી ગયા હતા, જે બાબેન ગામન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | તેનમાં રહેતા આધેડ રિક્ષામાં રોકડા રૂપિયા સાથેનું પાકીટ ભૂલી ગયા હતા, જે બાબેન ગામના ઇમાનદાર રિક્ષા ચાલકે પરત કર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનાબાબેન ગામે એક મુસ્લિમ રિક્ષા ચાલકે સોમવારે માનવતાના દર્શન કરાવ્યા હતાં. બજારમાંથી સામાન લઈ આવેલા આધેડ ભાડૂ ચૂકવ્યા બાદ પાકીટ રિક્ષામાં રહી ગયું હતું. બાદમાં જાણ થતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી .બીજી તરફ રિક્ષાચાલક યુવાનને જાણ થતાં તાત્કલિક આધેડના ભાડૂ ચૂકવ્યા બાદ પાકીટ રિક્ષામાં રહી ગયું હતું. બાદમાં જાણ થતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ રિક્ષા ચાલક યુવાનને જાણ થતાં તાત્કાલિક આધેડના ઘરે જઈ પાકીટ પરત કર્યુ હતું. અંદર 22 હજાર રોકડા અને ડોક્યુમેન્ટ હતાં. અને આધેડની મહેનતની કમાણી મળી જતાં ગદગદિત બની ગયો હતો.

સોમવારના રોજ સવારે તેન રોડ પર ભવાની માતાના મંદિરની બાજુમાં રહેતા શંકરભાઈ પરશુરામ અગ્રવાલ બાબેનના ડી. કે. નગરમાં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર હોવાથી મંગળવારે મૂર્તિ આવવાની હોય જેથી સવારે બજારમાં જરૂરી પૂજાપો સેવા ગયા હતાં. સામાન ખરીદી કરી બજારમાંથી રિક્ષા ભાડે કરી પરત ઘરે આવ્યો હતો. જ્યાં રિક્ષાનું ભાડૂ ચૂકવી સામાન લઈ ઉતરી ગયા હતાં. ઘરમાં ગયા બાદ ધ્યાન આવ્યું કે પાકીટ તો રિક્ષામાં રહી ગયું. પાકિટમાં 22500 રૂપિયા રોકડા અને જરૂરી ડોક્યુમેન્ટ હતાં. જેથી પરિવારજનો તાત્કાલિક રિક્ષા શોધવા નીકળી પડ્યા હતાં. બીજી તરફ જે રિક્ષામાં શંકરભાઈ અગ્રવાલ આવ્યા હતાં રિક્ષામાં બીજો મુસાફર જ્યારે બેસવા ગયો ત્યારે પાકીટ અંગે પૂછતાં રિક્ષા ચાલકને જાણથઈ હતી. તાતિકાલિક રિક્ષા ચાલક યુવાન આધેડ શંકરભાઈના ઘરે જઈ પાકીટ સહી સલામત પરત કરી માનવતાંના દર્શન કરાવ્યા હતાં. બાબેન ગામે ગાંધીકોલોનીમાં રહેતો અબ્દુલ કાદીર મુનસી ખટી એક સામાન્ય રિક્ષા ચાલકની ઈમાનદારી જોઈ પરિવાર પણ ગદગદિત થઈ ગયો હતો. અને આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે રિક્ષા ચાલકે પરિવાર તરફથી ખુશીથી ઈનામ આપવાની વાત કરી તો રિક્ષા ચાલકે માત્ર ફરી આવ્યો એના ભાડાની માંગણી કરી હતી. રિક્ષા ચાલકની ઈમાનદારી બીજા માટે ઉદારણ રૂપ છે.

બારડોલીમાં રિક્ષા ચાલકે પૈસા ભરેલું પાકીટ આપ્યું

ચાદર-ટુવાલ વેચી નાણાં એકત્ર કર્યા હતાં

ચાદરટુવાર વેચાણ કરી બચત કરેલા રૂપિયા પાકીટમાં હતાં. જે મળી જતાં હું ખુશ છું. રિક્ષા ચાલક યુવાનની ઈમાનદારીથી હું ખુબ પ્રભાતિવ થયો છું. આવા દાખલા ઘણીવખત પ્રેરણારૂપ બનતાં હોય છે.

ઈનામ નહીં મનેે ભાડાના 20 રૂપિયા આપો

બાબેનગામની ગાંધી કોલોનીમાં રહેતા રિક્ષા ચાલકે રૂપિયા સાથેનું પાકીટ પરત કરતાં તેમની ઈમાનદારીથી પ્રભાવિત થઈ રોકડ ઈનામ ખુશીથી આપવાની વાત કરી તો ત્યાં પણ રિક્ષા ચાલક યુવાન અબ્દુલ કાદીર મુનસી ખટીની ઈમાનદારી જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે તમારા હકના રૂપિયા છે. જે પરત કરી મારી ફરજ નિભાવી છે. હું ફરી પાકીટ આપવા આવ્યો ભાડૂના માત્ર 20 રૂપિયા આપો.

રિક્ષાચાલકે રોકડા 22 હજાર ભરેલું પાકીટ મુસાફરને પરત કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો