તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | ભારત ભ્રમણ પર નીકળેલા યુવકો રોજનું 1000 કિમીનું અંતર કાપી ગિનિસ બુકમાં નામ નોંધાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | ભારત ભ્રમણ પર નીકળેલા યુવકો રોજનું 1000 કિમીનું અંતર કાપી ગિનિસ બુકમાં નામ નોંધાવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરદારસેના શહીદ ટ્રસ્ટના સહયોગથી બારડોલીના સાહસિક યુવાનો સાગર ઠાકર અને કનક બારસડીયા કાર મારફતે 40 થી 42 દિવસમાં સમગ્ર દેશનો પ્રવાસ કરી 48000 કિમીનું અંતર કાપશે. સોમવારના રોજ તેમની કારને બારડોલી સ્વરાજ આશ્રમ ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

લોંગેસ્ટ જર્ની સિંગલ કન્ટ્રી એક્સિપીડેશન હેઠળ શરૂ થયેલ અનોખા પ્રવાસ દરમ્યાન કાર ચાલકની ભૂમિકા સાગર ઠાકર નિભાવશે. પ્રવાસનો મુખ્ય હેતુ દેશના વીર શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા તેમજ તેમના પ્રત્યે સહાનુભૂતિ જગાડવા સંદેશ ફેલાવવાનો છે.

તેઓ 40થી 42 દિવસમાં દેશના તમામ રાજ્યોમાં ફરી લગભગ 48000 કિમી જેટલું અંતર કાપશે. અને જો શક્ય બનશે તો ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પામશે. અગાઉ દક્ષિણ ભારતના એક વ્યક્તિએ 36 હજાર કિમી કાપીને વિક્રમ સ્થાપ્યો હતો. પ્રવાસમાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેમેરા અને જીપીઆરએસ સાધનોથી સજ્જ છે. સમગ્ર પ્રવાસ દરમ્યાન એક પણ રુટનું રિપિટેશન માન્ય ગણવામાં આવશે નહીં. સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે સોમવારે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત શુભેચ્છકોની ઉપસ્થિતિમાં સાગર ઠાકરની પત્ની અને પુત્રએ લીલી ઝંડી બતાવી તેમની કારને પ્રસ્થાન કરાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સાગર ઠાકર દ્વારા આજ પ્રકારનો ઇન્ડિયન કોસ્ટનો પ્રવાસ બાઇક પર ખેડવામાં આવ્યો હતો અને જેમાં 7 દિવસ 1 કલાકમાં 7600 કિમીનું અંતર કાપી આગવી સિદ્ધિ મેળવી હતી.

બારડોલીના બે યુવાનો ભારત દેશના પ્રવાસે નીકળ્યા.

બારડોલીના 2 યુવકો 42 દિનમાં આખો દેશ ખૂંદી વળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો