તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખોના ગામો સમરસ થશે કે ચુંટણીનો જંગ ?

જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખોના ગામો સમરસ થશે કે ચુંટણીનો જંગ ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28મીનવેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. બંને રાષ્ટ્રીયપક્ષો ગ્રામ પંચાયત પર પોતાનું પ્રભુત્વ જમાવવા એડી ચોટીનું જોર લગાવવાનું ચાલુ કરી દીધુ છે. ત્યારે સરકાર હવે ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો કરશે. ત્યારે જોવું રહ્યું કે બારડોલી મોટી ગ્રામ પંચાયત પૈકીની કડોદ ગ્રામ પંચાયત સમરસ થશે કે પછી ચૂંટણીનો જંગ જામશે. ગામમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રયત્નો સફળ થશે કે પછી?

છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી. ત્યારે 28મીના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિત લાગુ થઈ ગઈ છે. રાજકીય પક્ષો અંદરો અંદરની મિટિંગના દૌર શરૂ કરી દીધા છે અને પેનલ બનાવવા માટે યોગ્ય અને વર્ચસ્વ ધરાવતાં ઉમેદવારોની પસંદગીની શોધ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાનું પ્રભુત્વ ગ્રામ પંચાયત પર જમાવવા માટે યોગ્ય ઉમદેવાર સાથે રણનીતિ ઘડી રહી છે. ચૂંટણીના મતદાન સુધી બંને પક્ષો મરણીયા પ્રયાસો કરી ચૂંટણી જીવતા માટે એડી ચોટીનું જોર લગાવશે. જ્યારે બીજી તરફ સરકાર ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા માટે મથામણ કરશે.

બારડોલી તાલુકાની મોટી ગ્રામ પંચાયત તરીકે ગણાતી કડોદ ગ્રામ પંચાયત પર પણ લોકોની મંડાયેલી છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય વાતાવર ગરમાયું છે. કડોદ ગામમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ જગુભાઈ પટેલ અને બારડોલી તાલુકા પંચાયત પ્રમુખ રમણભાઈ હળપતિ રહે છે. જિલ્લા અને તાલુકાના પ્રમુખોનું ગઢ કડોદ ગામ ગણાય છે. હવે જોવું રહ્યું કે બંને મહારથીઓ કડોદ ગામને ચૂંટણીની પરોજણમાંથી મૂક્ત કરી ગામને સમરસ બનાવશે કે પછી એમણે પણ હથિયાર હેઠા મુકી દેવા પડશે.

બંને રાજકીય પક્ષોએ મિટિંગનો દૌર શરૂ કરી દીધો

અન્ય સમાચારો પણ છે...