તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • JCI બારડોલીનો વર્ષ 2017નો સપથવિધિ સમારોહ સંપન્ન

JCI બારડોલીનો વર્ષ 2017નો સપથવિધિ સમારોહ સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસીઆઈ૧૦૧ વર્ષ જૂની અને ૧૨૫ દેશમાં વ્યાપેલી, સ્વ વિકાસ અને સામાજિક વિકાસ માટે જાણીતી સંસ્થા છે. જેસીઆઈ બારડોલીની સ્થાપના વર્ષ ૨૦૦૫ માં થઇ હતી. વર્ષ ૨૦૧૬ માં જેસીઆઈ બારડોલીએ ૧૨ વર્ષ પૂર્ણ કર્યા. વર્ષ ૨૦૧૭ માટે જેસીઆઈ બારડોલીએ એવોર્ડ સમારંભ ૨૦૧૬ અને સ્થાપન વિધિ ૨૦૧૭ના કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ કર્યું.

કાર્યક્રમમાં જેસીઆઈ બારડોલીના ૧૩ માં પ્રમુખ તરીકે જેએફપી મુલચંદ સેન અને તેમની ટીમે સપથ લીધા. કાર્યક્રમ ના અતિથી વિશેષ તરીકે સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીના ટ્રસ્ટી - શ્રી શૈલેશભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે જેસીઆઈ ઝોન ના પ્રથમ પ્રમુખ, જેએફએમ સંજય માંકડ અને સ્થાપન અધિકારી તરીકે જેસી આશિષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેએફએમ સંજય માંકડે પોતાના વક્તવ્યમાં વર્ષ ૨૦૧૬ ની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ ૨૦૧૬ જેસીઆઈ બારડોલીના ના પ્રમુખ જેએફપી મિશાલ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સાથે નવા જોડાયેલા સભ્યોને સમગ્ર વર્ષ દરમિયાન જેસીઆઈ બારડોલીમાં સક્રિય રહી સામાજિક કાર્યો માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી શૈલેશભાઈ પટેલે વર્ષ ૨૦૧૭, જેસીઆઈ બારડોલીના પ્રમુખ જેએફપી મુલચંદ સેનને જેસીઆઈ બારડોલીની આગેવાની લઇ, નિઝર ગામ અને બારડોલીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરવા માટે ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ સ્થાપન વિધીના દિવસે બારડોલીના ૨૦ જેટલા નવયુવાનોએ જેસીઆઈ બારડોલીમાં સભ્ય તરીકે જોડાઈ સપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવેશ બુધ્ધદેવ અને તેની ટીમેં કર્યું હતું.

નવા પ્રમુખ તરીકે મુલચંદ સેન તથા ટીમે સપથ લીધા

અન્ય સમાચારો પણ છે...