તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • તાલુકા પંચાયતના પદાધિકારીઓ ગ્રામ પંચાયતનાં કામો માનીતા કોન્ટ્રાક્ટરને જ અપાતા હોવાની રાવ

તાલુકા પંચાયતના પદાધિકારીઓ ગ્રામ પંચાયતનાં કામો માનીતા કોન્ટ્રાક્ટરને જ અપાતા હોવાની રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

5 લાખથી ઓછી રકમના કામો ગ્રામ પંચાયતને સોંપવા ટીડીઓને રજૂઆત કરાઇ
ગ્રામ પંચાયતને 5 લાખથી ઓછી રકમના કામો કરવાનો અધિકારી સરકાર દ્વારા આપવામાં આવ્યો હોવા છતાં તેનો લાભ ગ્રામ પંચાયતને ન આપવામાં આવતો નથી. તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ મલાઈ માટે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપી દે છે. સરકાર તરફથી સ્પષ્ટ પરિપત્ર આપવામાં આવે છે કે 5 લાખથી ઓછી રકમના કામો કરવાનો અધિકાર ગ્રામ પંચાયતનો જ હોય છતા આ લાભ ઉપરી કક્ષાએ ગ્રામ પંચાયતને મળતો નથી. ગ્રામ પંચાયતની જાણ બહાર કામ આપી દેવામાં આવતાં ગ્રામ પંચાયતોની સ્વતંત્રતા ઝૂટવી લેવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તાલુકાકક્ષાએથી બારોબાર ઠેકેદારોને કામો અપાતા ઠેકેદારો દ્વારા હલકીકક્ષાનું મટિરિયલ વાપરી કામમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે અને આખરે ગામે નુકસાન ભોગવવાનો વારો છે. આ ઉપરાંત પંચાયત દ્વારા કોઈ કામની માંગણી કરવામાં આવી ન હોવાનો જવાબો લખી તાલુકામાંથી કામો આપવામાં આવે છે. આવા સંજોગોમાં બારડોલી તાલુકાનાં સરપંચોએ લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી કરી છે. સાથે સાથે મુખ્યમંત્રી અને ગ્રામવિકસ વિભાગ ગાંધીનગરને પણ જાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરપંચોની માંગણી વહેલી તકે સંતોષાયતો ગાંધીચિધ્યો માર્ગ અપનાવવની ચીમકી ઉચ્ચારી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા થતો કામનો ફાઈલ ફોટો.

વિકાસકામો ગુણવત્તા વગરના થાય છે
બારડોલી તાલુકાના એક સરપંચે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ માનીતા કોન્ટ્રાક્ટરને આપે છે. આવા કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં વિકાસના કામો હલકીકક્ષાનું કામ કરવામાં આવે છે, અને થોડા સમયમાં જ જર્જરિત બની જાય છે. કોન્ટ્રાક્ટર કામ કરીને જતા રહે પછી પાછુ ફરીને જોતા નથી. આખરે ભોગવવું ગ્રામજનોને જ પડે છે.

અન્ય સમાચારો પણ છે...