• Gujarati News
  • National
  • આજે બારડોલીમાં સ્વરાજ આશ્રમનું નવીનીકરણ શરૂ

આજે બારડોલીમાં સ્વરાજ આશ્રમનું નવીનીકરણ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાંસ્વરાજ આશ્રમનું નવીનીકરણ તથા બારડોલી નગરમાં વિકાસલક્ષી કામોનો શુભારંભ શનિવારે થશે તથા 12.97 કરોડના ખર્ચે પ્રવાસન અને વન મંત્રી ગણપત વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. બોક્ષ ડ્રેનેજનું મહત્ત્વનું કામ હાથ પર લેવાતાં વર્ષોની સમસ્યાનો અંત આવશે.

નગરના ઐતિહાસિક સ્થળોને નવી પેઢી ભૂલી જાય તે માટે સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં 6.40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

ગ્રાંટમાંથી સ્વરાજ આશ્રમનું નવીનીકરણ, ડેલાનું નવીનીકરણ, ઝંડાચોકનું નવીનીકરણ અને નવા ઓડિટોરિયમની કામગીરીનો કરવામાં આવશે જેનું ભૂમિપૂજન શનિવારના રોજ પ્રવાસન અને વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. મુખ્ય મહેમાન સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલ અને બારડોલી સાંસદ પ્રભુ વસાવા સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમ સ્વરાજ આશ્રમ ખાતે સવારે 10 કલાકે યોજાશે.

નગરમાં 12.97 કરોડનાં વિકાસકામોનો પ્રારંભ