તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારેલી અને ગાંગાધરાથી રાત્રે બે બાઈકની ઉઠાંતરી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના કારેલી ગામે ખેતરમાં શેઢા પરથી સવારે અને રાત્રે ગંગાધરા ચાર રસ્તાથી પાર્ક કરેલ બે મોટરસાઈકલની તસ્કરો ચોરી કરી ગયા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના તૂંડી ગામે આહિર ફળિયામાં રહેતા દેવેન્દ્રભાઈ ડાહ્યાભાઈ આહિર શનિવારની વહેલી સવારે પોતાની હીરો હોન્ડા પેશન પ્રો. નં (GJ-19AC-9549) પર મજૂર સાથે કારેલી ગામની સીમમાં ખેતરે આવ્યા હતાં. ખેતરના શેઢા પર પાર્ક કરી બંને મોટર બગડી હોવાથી રિપેરિંગ અને સાફ સફાઈ કરવા ગયા હતાં. ત્યાંથી એકાદ કલાક પછી પરત આવતાં મોટરસાઈકલ શેઢા પર ન હતી. શોધખોળ કરતાં અન્ય ખેતરના મજૂરોએ જણાવેલ કે કોઈ એક અજાણ્યો ઈસમ લઈ ગયો હતો. શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.

બીજા દિવસે સવારે ગંગાધરા ચાર રસ્તા પર તપાસ કરતાં રાત્રે એક પાનના ગલ્લાના માલિક યોગેશ ગોવિંદભાઈ મિસ્ત્રી (રહે. માતા ફળિયા, બારડોલી)ની સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં (GJ-19AN-0247) પણ રાત્રિ દરમિયાન પાર્કિંગ કરેલ સ્થળ પરથી ચોરી ગયા છે. 60 હજારની બે મોટરસાઈકલની ચોરી અંગેની પલસાણા પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...