તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • ગોડાઉનમાં ફૂડ સેફ્ટી માટે રાખેલા અનાજની માહિતી મોબાઈલ પર મળી શકશે

ગોડાઉનમાં ફૂડ સેફ્ટી માટે રાખેલા અનાજની માહિતી મોબાઈલ પર મળી શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન. જી પટેલ પોલિટેકનિકના ઈલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થીઓએ દ્વારા અનાજ ગોડાઉનમાં રહેલ અનાજ બગડી ન જાય તે માટે ફૂડ સેફ્ટી માટેનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.

ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે. જેમાં ખેડૂતો દ્વારા મબલખ પાક પકવવામાં આવે છે પરંતુ આ પાક અનાજને અલગ અલગ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારે અપૂરતી વ્યવસ્થાને કારણે લાખો ટન અનાજ બગડી જાય છે. જેને ધ્યાનમાં રાખી ને તાજપોરની એન. જી. પટેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લામાં લાખો ટન મગફળી આગને કારણે નષ્ટ થઈ હતી. આવી ઘટનાઓ રોકવા અને બગડતું અનાજ અટકાવવા માટે એન. જી. પટેલ પોલિટેકનિકના ઈલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થીઓ પટેલ આયુષી, પટેલ ક્રિના, પટેલ શિવાંગ દ્વારા ફૂડ સેફ્ટી પર અંતિમ વર્ષમાં પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવેલ છે.

આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીને ફૂડ સેફ્ટી માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ગોડાઉન બનાવવામાં આવેલ છે. આ સ્માર્ટ ગોડાઉનમાં જો હવામાં ભેજ વધારે હશે તો વેન્ટિલેશન ફેન દ્વારા ભેજવાળી હવાને બહાર કાઢી નાંખવામાં આવશે. જો અંદરનું તાપમાન વધુ હોય તો વેન્ટિલેશન ફેન ચાલુ થશે અને અંદરની ગરમ હવાને બહાર કાઢી નાંખશે. જેથી ગોડાઉન માટે જે તાપમાન સેટ વેલ્યુ હશે તેને જાળવી રાખવામાં આવશે. જો અંદરનું તાપમાન સેટ કરેલા તાપમાન કરતાં વધી જાય તો એલાર્મ વાગશે અને જીએસએમ ટેકનોલોજી દ્વારા મોબાઈલ પર મેસેજ મળી જશે કે ગોડાઉનની અંદર તાપમાન વધી રહેલ છે. ગોડાઉનની અંદર કેટલું તાપમાન છે કે ભેજ કેટલો છે તેની વેલ્યુ ડિસ્પ્લે પર બતાવવામાં આવશે. મોબાઈલ પર આ ડેટા દર 30 સેકન્ડે જોવા મળે છે. આમ આ સેફ્ટી સિસ્ટમની મદદથી અનાજને ગોડાઉનમાં બગડ્યા વગર લાંબો સમય સુધી રાખી શકાય છે. તદ્દઉપરાંત ગોડાઉનમાં ભેજ અને તાપમાનની માહિતી દુનિયાના કોઈપણ જગ્યાએથી મેળવી શકાય છે. સંસ્થાના આચાર્ય તથા ટ્રસ્ટીએ પ્રોજેક્ટ બનાવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાનું ગૌરવ વધારવા બદલ બિરદાવેલ છે.

વિદ્યાર્થીઓ બનાવેલો પ્રોજેક્ટ.

અન્ય સમાચારો પણ છે...