તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછલી પકડી રહેલા યુવકને ખેંચ આવી, નદીમાં પડતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના વરેઠ પેટિયા ગામનો યુવાન તાપી નદીમાં માછલી પકડવા ગયો હતો. નાવડીમાં અચાનક ખેંચ આવી ગઈ હતી. જેને કારણે નદીના પાણીમાં યુવાન ખાબક્યો હતો. અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઇ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ માંડવીના વરેઠ પેટિયા ગામે પારસી ફળિયામાં રહેતો કાળીદાસ રવજીભાઈ રાઠોડ સોમવારની રાત્રે ઘરેથી માછલી પકડવા નીકળ્યો હતો. તાપી નદીમાં નાવડીમાં બેસીને માછલી પકડતો હતો.

મંગળવારે મળસકે 5.00 વાગ્યે અચાનક ખેંચ આવી જતાં કાળીદાસ રાઠોડ નાવડીમાંથી પાણીમાં પડી ગયો હતો. ઉંડા પાણીમાં યુવાન ડૂબી જતાં મોત થયું હતું. હકીકત અંગે શ્રાવણભાઈ રાઠોડે માંડવી પોલીસમાં જાણ કરતાં અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...