મોતા ગામે 14મીથી પ્રફુલભાઈ શુક્લની સૌપ્રથમ ગણેશ કથા

બારડોલી | બારડોલી તાલુકાના મોતા ગામે દેવનારાયન ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ જીવનની સૌ પ્રથમ ગણેશ કથા કરવા જઈ...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:10 AM
Bardoli - મોતા ગામે 14મીથી પ્રફુલભાઈ શુક્લની સૌપ્રથમ ગણેશ કથા
બારડોલી | બારડોલી તાલુકાના મોતા ગામે દેવનારાયન ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ જીવનની સૌ પ્રથમ ગણેશ કથા કરવા જઈ રહ્યા છે. તારીખ 14/9/2018થી 20/9/2018 ચાલનારી શ્રી ગણેશ કથાનો સમય બપોરે 2 થી 5 રાખવામાં આવ્યો છે. કથાના આયોજક તારાચંદ બાપુ જણાવે છે કે શ્રીનિવાસ મણિશંકર બોહરાના મુખ્ય યજમાન પદે કથાનું દીપ પ્રાગટ્ય સુરતના આઇ. આર.એસ ઘનશ્યામ જી સોની, આઈ. ટી ઓફિસર મીનાક્ષી દ્વિવેદી, પદ્મશ્રી કનુભાઈ ટેલર, એક્સ. એ.સી.પી બી.જે. જોશી, કામદાર નેતા આર.સી. પટેલ સહિત દક્ષિણ ગુજરાત ના નામાંકિત આગેવાનો ના વરદ હસ્તે કરવામાં આવશે. અશોકભાઈ ગજેરા (બી.જે.પી), એડવોકેટ પ્રીતિબેન જોશી, સમીરભાઈ પચીગર, પ્રફુલભાઈ પંચાલ, ગીરીશભાઈ દેસાઈ, કલ્પનાબેન નરેશભાઈ દેસાઈ, જગદીશચંદ્ર રણછોડ જી પટેલ, ભરત ભાઈ જીવણ ભાઈ પટેલ,દક્ષાબેન મિસ્ત્રી ગાયત્રી પરિવાર આ ગણેશ કથાના મનોરથી યજમાનો છે. કિરણભાઈ દેસાઈ, રાજુભાઇ વ્યાસ, નવીનભાઈ પટેલ અને કિશોરસિંહ રાજપુરોહિતની સમગ્ર યુવા ટીમ કથા ને સફળ બનવા માટે તનતોડ પુરુષાર્થ કરી રહી છે.સૌ પ્રથમવાર ગણેશ કથા પ્રફુલભાઈ શુક્લના મુખે થઈ રહી છે એનાથી બારડોલી, કામરેજ અને પલસાણા પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. દરરોજ સવારે 11.00 વાગ્યે 108 લાડુ સાથે અથર્વશીશ ગણેશ યાગ કરવામાં આવશે.

X
Bardoli - મોતા ગામે 14મીથી પ્રફુલભાઈ શુક્લની સૌપ્રથમ ગણેશ કથા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App