• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Bardoli
  • Bardoli - વાલોડમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા આપતા સંચાલકોને નોટિસની કાર્યવાહી

વાલોડમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા આપતા સંચાલકોને નોટિસની કાર્યવાહી

વાલોડ ગામમાં તાપી જિલ્લા ફૂડ એડ ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ડ્રગ ઇન્સ્પકેટર...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:10 AM
Bardoli - વાલોડમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા આપતા સંચાલકોને નોટિસની કાર્યવાહી
વાલોડ ગામમાં તાપી જિલ્લા ફૂડ એડ ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ડ્રગ ઇન્સ્પકેટર દ્વારા એક ડમી ગ્રાહક મોકલી અમર સેવા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર્સમાં દવા લેવા મોકલ્યા હતા. જેમાં મેડિકલમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ કરાતા આકસ્મિક તપાસમાં બહાર આવ્યું. જેને લઇ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વ્યારા દ્વારા જિલ્લામાં અવરનવર જિલ્લામાં ચેકિંગ કરતું રહે છે. જે અંતર્ગત વાલોડ ગામમાં આવેલ અમરસેવા મેડિકલ સ્ટોર વાલોડ મેડિકલ પર ગત તારીખ 07/09/2018ના રોજ ડ્રગ ઇન્સ્પેક્ટર ભૂમિબેન પટેલ તપાસમાં આવ્યા હતા, ત્યારે વાલોડના અમર સેવા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં એક ડમી ગ્રાહક દવા લેવા મોકલ્યો હતો. જે ડમી ગ્રાહક દવા લઇ આવ્યો હતો આ મેડિકલ પર અધિકૃત ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ દવાનું વેચાણ કરતો ઝડપાઇ જતા ડ્રગ ઇન્સ્પેકટર દ્વારા અમરસેવા મેડિકલ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી, વાલોડ ખાતે ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરતા તપાસ માં બહાર આવતા ડ્રગ ઈન્સ્પેક્ટર દ્વારા તેની નોંધ કરી મેડિકલ સંચાલક નોટિસ આપવાની તજવીજ હાથ ધરી હતી.

ડમી કસ્ટમર મોકલી દવા ખરીદવામાં આવી હતી

ડમી કસ્ટમર મોકલી દવા ખરીદવામાં આવી હતી. દવાના વેચાણ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કર્યું હતું. અમર સેવા મેડિકલ સ્ટોર્સને નોટિસ આપવામાં આવશે. કસૂરવાર હશે તો કાયદેસરના પગલાં લેવાશે. ભૂમિબેન પટેલ, ડ્રગ ઇન્સ્પેકટર, તાપી

X
Bardoli - વાલોડમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા આપતા સંચાલકોને નોટિસની કાર્યવાહી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App