• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Bardoli
  • Bardoli - કરંજથી પકડાયેલા દારૂમાં ડુપ્લિકેટ બિલ્ટીનો કીમિયો અપનાવાયો હતો

કરંજથી પકડાયેલા દારૂમાં ડુપ્લિકેટ બિલ્ટીનો કીમિયો અપનાવાયો હતો

માંડવી તાલુકાના કરંજ ગામે જીઈબી સ્ટેશનની સામે ગામ તરફ જતા રોડ ઉપરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિદેશી દારૂ...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:10 AM
Bardoli - કરંજથી પકડાયેલા દારૂમાં ડુપ્લિકેટ બિલ્ટીનો કીમિયો અપનાવાયો હતો
માંડવી તાલુકાના કરંજ ગામે જીઈબી સ્ટેશનની સામે ગામ તરફ જતા રોડ ઉપરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિદેશી દારૂ સહિત 56 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જે ટ્રકમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો એ ટ્રક નં (RJ- 27GA- 1891) માં તપાસ કરતાં ટ્રકમાંથી ન્યુ દરબાર ટ્રાન્સપોર્ટ (ગગનચોક, નજીક ચંડીગઢ રોડ, રાજપુરા, પંજાબ, વીજીઆર નં 14201420)ની બિલ્ટી મળી આવી હતી. જેમાં ભરેલા માલ તરીકે ડોલમેટ પાઉડર 15500 કિગ્રાનો હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ દરમિયાન બિલ્ટીમાં દર્શાવેલા ન્યુ દરબાર ટ્રાન્સપોર્ટના સંપર્ક નં પર ફોન કરી બિલ્ટી ખરી કે ખોટી હોવાની ચકાસણી કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન બિલ્ટી ન્યુ દરબાર ટ્રાન્સપોર્ટમાંથી ઈશ્યુ કરવામાં ન આવી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ બિલ્ટીમાં છાપવામાં આવેલા લખનઉ, કલકત્તા, મુંબઈ, બુરહાનપુર, ઈન્દોર ખાતે તેઓની કોઈ શાખા ન હોવાનું પણ જણાઈ આવેલ હતું. જેથી પ્રથમ દૃષ્ટિએ ગુનાના કામે કબજે કરવામાં આવેલ બિલ્ટી ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું છે.

X
Bardoli - કરંજથી પકડાયેલા દારૂમાં ડુપ્લિકેટ બિલ્ટીનો કીમિયો અપનાવાયો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App