બારડોલી | પલસાણા તાલુકાના સોયાણી ગામે રહેતા મનોજભાઈ ઈશ્વરભાઈ રાઠોડની માતા નંદુબહેન બુધવારની રાત્રે ગંગાધરા ગામની સીમમાં બારડોલી રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે એક અજાણ્યો વાહનચાલક પૂરપાટ ઝડપે વાહન હંકારી આવી નંદુબહેનને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. માથામાં તથા કાનની બાજુના જડબાનાભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. હકીકત અંગે મરણજનારના પુત્રએ પલસાણા પોલીસમાં ફરિયાદ આપી છે.