વેલાવી દૂધ મંડળી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

બારડોલી | ઉંમરપાડા તાલુકાના વેલાવી દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના સહયોગથી સુમુલ ડેરી દ્વારા વૃક્ષારોપણ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
વેલાવી દૂધ મંડળી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
બારડોલી | ઉંમરપાડા તાલુકાના વેલાવી દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના સહયોગથી સુમુલ ડેરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ ગ્રામજનો ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ સ્થળે સૌ એકત્ર થયા હતાં. કાર્યક્રમમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખ રિતેશભાઈ વસાવા, જિ. પંચાયત. સભ્ય સામસિંગભાઈ તથા અન્ય દૂધ મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સુમુલ ડેરીના અધિકારી આર. સી. પટેલે જણાવ્યું હતું કે પર્યાવરણ અંગે જનજાગૃતિ આવે તે હેતુથી છેલ્લા દશ બાર વર્ષોથી સુમુલ ડેરી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસને વૃક્ષારોપણ દિવસ તરીકે ઉજવે છે. તેના ભાગરૂપે ઉંમરપાડા તાલુકામાં વેલાવી, નાના સુતખડકા અને ચીમીપાતલ ત્રણ મંડળીઓમાં પ્રોગ્રામનું આવેલ છે. અને આપણે વૃક્ષોનું રક્ષણ કરીશું તો વૃક્ષો આપણું રક્ષણ કરશે. પર્યાવરણની સમતુલા જાળવવા વૃક્ષો ખુબ અગત્યના છે.

X
વેલાવી દૂધ મંડળી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App