• Gujarati News
  • National
  • બારડોલીમાં ધૂમ સ્ટાઇલ બાઇકરોનો આતંક તબીબ અને વૃદ્ધને ગંભીર ઇજા

બારડોલીમાં ધૂમ સ્ટાઇલ બાઇકરોનો આતંક તબીબ અને વૃદ્ધને ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના મુખ્યમાર્ગ પર રાત્રિ સમયે એક અજાણ્યો વાહન ચાલક પૂર ઝડપે હંકારી આવી એક મહિલા તબીબને અડફટેમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં મહિલા તબીબને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારબાદ અડધા કલાક પછી વધુ એક મોટરસાયકલ ચાલકે મુખ્યમાર્ગ પરથી પગપાળા જતાં એક વૃદ્ધને અડફેટમાં લેતા ગંભીર ઈજા થઇ હતી. નગરના મુખ્યમાર્ગ પર ધૂમ બાઇકની સ્ટાઇલમાં પૂરપાટ ઝડપે હંકારતા મોટરસાયકલ ચાલકો ફરી સક્રિય બની રહ્યા છે. અને બે નિર્દોષને અકસ્માત કરી હોસ્પિટલ ભેગા કરી દેતાં નગરજનોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ પ્રગટ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી મહિલા તબીબ ડો. દિપ્તીબહેન ચૌધરી મંગળવારની રાત્રી દરમિયાન પોતાની મોપેડ પર મુખ્યમાર્ગ પર 9:00 વાગ્યે મુદીત પેલેસના સર્કલ પરથી પસાર થતી હતી.

...અનુસંધાન પાના નં. 2

રાત પડતાં જ બાઇકરો નીકળી પડે છે
બારડોલીના રસ્તાઓ રાત્રે થોડા સુના થતાં જ અમૂક મોટરસાયકલ ચલાવતા યુવાનો ધૂમ સ્ટાઈલમાં નીકળી પડતા હોય છે. બારડોલી પોલીસ પણ આવા યુવાનો સામે કોઈ અસરકારક પગલા લેવામાં ન આવતા મુખ્યમાર્ગ પર બાઇકરોનો ત્રાંસ વધતો જાય છે. નિર્દોષ નગરજનોની સુરક્ષા માટે પોલીસ સક્રિય બને અને ધૂમ સ્ટાઇલમાં વાહન હંકારનાર સામે કડક કાર્યવાહી કરે એજ સમયની માંગ ઊઠી છે.

આવા બેફામ બાઇકરોને ડામી દેવાશે
નગરના મુખ્યમાર્ગ પર રાત્રે પોલીસ ફરતી રહેશે, અને પૂર ઝડપે વાહન હંકારનાર જોવા મળે તો, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમાર્ગ પર પેટ્રોલિંગ સમયે ખાસ નજર રહેશે. ડી. એન. ખાંટ, પોલીસ ઇન્સ્પેકટર, બારડોલી

અન્ય સમાચારો પણ છે...