તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમલસાડી આશ્રમ શાળામાં સંગીત શિબિરનું આયોજન થયું

અમલસાડી આશ્રમ શાળામાં સંગીત શિબિરનું આયોજન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીઅને હળપતિ સેવા સંઘ બારડોલીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતની આશ્રમ શાળાઓનાં બાળકોનો સંગીત શિબિર 8થી 10 જુલાઈ સુધી આશ્રમશાળા અમલસાડી ખાતે યોજાયો હતો. જેમાં 16 સ્વૈચ્છિક સંસ્થાઓની 45 આશ્રમ શાળાઓના 500 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘના પ્રમુખ અરવિંદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયો અને આશ્રમશાળાઓમાં પ્રાર્થના, ધૂન, રાષ્ટ્રગીતો, ભજનો, શૌર્યગીતો વગેરે સુંદર રીતે ગવાય બહુ જરૂરી છે. અને એટલા માટે સંગીત શિબિર યોજવામાં આવે છે. પરિણામે આખું વર્ષ શાળાનું વાતાવરણ ઉત્સાહજનક અને સુંદર લાગે છે. કેટલાક સારા વિદ્યાર્થીઓ સંગીતમાં અને વાજિંત્રોમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે. વીભુભાઈ જોષીએ જણાવ્યું હતું કે સંગીત દુનિયાના તમામ લોકોને ગમતું હોય છે. ઈશ્વરે આપેલી કૃપા છે. સંગીત તો ઈશ્વરને પામવાનું ઉત્તમ સાધન છે અને બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ સંગીતના આવા કાર્યક્રમો કરે છે. જે સારી બાબત છે.

સંગીત ઈશ્વરને પામવાનું મહત્વનું સાધન : વિભૂ જોષી

અમલસાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો.

અન્ય સમાચારો પણ છે...