રૂવા ભરમપોર શાળાનાં બાળકોને છત્રીનું વિતરણ કરાયું

કડોદ | બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ગામે આવેલ પ્રા. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ગામના જ દાતા તરફથી છત્રીનું...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
રૂવા ભરમપોર શાળાનાં બાળકોને છત્રીનું વિતરણ કરાયું
કડોદ | બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ગામે આવેલ પ્રા. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ગામના જ દાતા તરફથી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. છત્રી પ્રાપ્ત કરતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત સુરતની પ્રાથમિક શાળા રૂવા ભરમપોર, તાલુકો બારડોલીના શાળામાં ફરીવાર રૂવા ગામના દાતાઓએ ગામની શાળાના ગરીબ બાળકો પર મહેર વરસાવી હતી. ચોમાસામાં શાળાએ જતાં બાળકોને ભીના થતાં જોઈ ગામના દાતાઓ મનીષભાઈ પટેલ હિતેશભાઈ પટેલ તેમજ શાંતાબા તરફથી શાળાનાં તમામ બાળકોને રંગબેરંગી છત્રી આપવામાં આવી હતી. શાળાના આચાર્યએ દાતાઓનો આભાર માન્યો હતો.

X
રૂવા ભરમપોર શાળાનાં બાળકોને છત્રીનું વિતરણ કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App