તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9 મહિના પહેલા ચોરી કરેલી બાઇક સાથે સગીર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | વરેલી પાસેથી પોલીસે 9 માસ પહેલા ચોરેલ બાઇક સાથે સગીરને ઝડપી પાડ્યો હતો.

કડોદરા જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી, કે સુરતથી એક વાહન ચોર કડોદરા તરફ ચોરીનું વાહન સાથે આવવાનો છે. જેથી પોલીસે વરેલી ગામ અંબિકા હોટલ પાસે વોચ રાખી હતી. એક હીરો હોન્ડા સીડી ડિલક્સ બાઇક આગળ પાછળ નંબર પ્લેટ વગરની આવતાં જ પોલીસે ઘેરો કરી અટકાવી હતી. આ બાઇક પર કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર હતો. રાખોડી કલરનું શર્ટ અને કમરે કાળા કલરની પેન્ટ પહેલર હતી. મધ્યમબાંધાના કિશોરને પૂછતાછ કરતાં 9 માસ પહેલા પુણા પોલીસ મથક વિસ્તારમાં ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...