તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલેશ્વરમાં રસ્તો ક્રોસ કરતાં યુવકનું વાહન અડફટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં રસ્તો ક્રોસ કરતાં યુવાનને અજાણ્યો વાહનચાલક પૂરપાટે હંકારી આવી અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં યુવાનનું સ્થળ પરજ મોત થયું છે.

પોલીસના જણાવ્યા મુજબ બલેશ્વર ગામે રીલીફ હોટલની પાછળ શંભુભાઈની ચાલમાં રહેતો અમીત ઉર્ફે અજિત કોદુરામ ચમાર કાલા ઘોડામાં ગોપાલ મિલમાં નોકરી કરે છે. બુધવારની સાંજે બલેશ્વર ગામે હાઈવે પર રસ્તો ક્રોસ કરતો હતો. આ સમયે કોઈ વાહન ચાલક પુરપાટે અને ગફલત રીતે હંકારી આવી યુવાનને અડફેટે લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો. યુવાનને શરીરે ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હકીકત અંગે પલસાણા પોલીસમાં મરણજનારના સંબંધીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...