માંડવી નગરમાં 9મી ઓગસ્ટના રોજ વિશ્વા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુરુવારે માંડવી ખાતે વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સવારે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ મોટી સંખ્યામાં આદિવાસી રેલી ફરી હતી. ધોબણીનાકા ખાતે બિરસા મુંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ આદિવાસી વાજિંત્રો સાથે નૃત્ય કર્યુ હતું. અને સઠવાવ ખાતે આવેલ કાયલાબાબા સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી અને ત્યાં જાહેરસભા મળી હતી. ત્યાં આદિવાસીના મહાનાયક બીરસામુંડાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.