પલસાણા તાલુકાના નિયોલ ગામે શ્રીજી રોડ લાઈન્સના ગોડાઉનની સામે ઊભેલી ટ્રકમાં રિક્ષામાં આવેલા ચાર જેટલા અજાણ્યા યુવાનોએ રાત્રે પથ્થર મારી કાચ તોડી નાંખ્યા હતાં. જ્થી બિલ્ટી બનાવતાં યુવાનને બૂમ મારી હતી. અજાણ્યા ચાર યુવાનમાંથી એક યુવાન બિલ્ટી બનાવનાર યુવાન પાસે જઈ ઢીકમુક્કીનો માર મારી થપ્પડ મારતાં બૂમરાણ કરી હતી. જેથી ગોડાઉનમાંથી બીજા દોડી આવતાં ત્રણ ભાગી ગયા હતાં. જ્યારે એક પકડાઈ જતાં પોલીસને હવાલે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુરતના બનાસ ગામે રાજતિલક એપાર્ટમેન્ટમાં રહેતો દેવ કિશાન પુષ્પરાજ રોશનીવાલાની પલસાણા તાલુકાના નિયોલ ગામે શ્રીજી રોડલાઈન્સનું ગોડાઉન આવેલ છે. જેમાં કાપડની ગઠાણનું બુકિંગ કરી આ ગઠાણ ભઠાણ ભાડાની ટ્રકોમાં જેતે પાર્ટીને મોકલવામાં આવે છે. જેથી ગોડાઉન સામે ગોઠાણ લેવા આવતી ઘણી ટ્રકો ઊભી રહેલી હોય છે. બુધવારના રોજ રાત્રિના સમયે એક ટ્રક નં (WB-23D-8554) ગોઠાણ લેવા ઊભી હતી. ત્યારે એક રિક્ષામાં ચાર અજાણ્યા યુવાનો આવ્યા હતાં. જેમાંથી એક યુવાને ટ્રકના કાચમાં પથ્થર માર્યો હતો.
ઓફિસમાં બિલ્ટી બનાવવાનું કામ કરતો સુરેશ શ્રીશિવપુજને ટ્રકમાં પથ્થર કેમ માર્યોની બૂમ મારી હતી. જેથી ત્રણ અજાણ્યા યુવાનો ...અનુસંધાન પાના નં. 2
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો