તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Bardoli અનુસૂચિત જનજાતિનાં યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજાશે

અનુસૂચિત જનજાતિનાં યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | રાજ્યના અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં વસતાં અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે અનુસૂચિત જનજાતિની વધુ વસ્તી ધરાવતા ૧૭-જિલ્લા / જિલ્લા એકમો ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત-ગ્રામ્ય, સુરત-શહેર, ભરૂચ, નર્મદા, વડોદરા-શહેર, વડોદરા-ગ્રામ્ય, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લા / જિલ્લા એકમોમાં પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતી માટે ૭ દિવસ માટે જિલ્લા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા માત્ર અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧ ડિસેમ્બર-૨૦૧૮ના રોજ ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમને www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જે તે જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીને તા.૩૦ ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં મોકલી આપવાનું રહેશે. પસંદ થનારને જે તે જિલ્લા રમતગમત અધિકારી મારફત જાણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...