તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં નશો કરી વાહન હંકારનારા ત્રણ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પીને બાઈક હંકારનારા ઈસમો પર પોલીસે લાલ આંખ કરી હતી અને ત્રણ અલગ અલગ જગ્યાએ વાહનચાલકોને નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા ઝડપી પાડ્યા હતા. વધુ તપાસ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે.

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પીને બાઈક હંકારીને અકસ્માતની ઘટના વધુ બની હોય આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસે ચેકપોસ્ટ બનાવીને અલગ અલગ સ્થળોએ દારૂ પીને બાઈક હંકારનારા ચાલકો વિરૂદ્ધ તપાસ હાથ ધરી હતી. જેમાં વેસ્મા ચાર રસ્તા પાસે વેસ્મામાં રહેતો વિપુલ પટેલ પોતાની બાઈક પર દારૂના નશામાં ધુત હોય તેનાથી બાઈક પરનો કાબુ ગુમાવીને લવારા કરતો હોય પોલીસે શંકાના આધારે તપાસ કરતા તે દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. જેથી મોટરવ્હિકલ એક્ટ 185 મુજબ પોલીસે તેની અટક કરી હતી. એજ રીતે કબીલપોર પાસે જયેશ ઢીમ્મર(રહે. દશેરાટેકરી)ની તથા જીઆઈડીસી નાકા પાસે પસાર થતા બારડોલીના સંજય હળપતિની વગર પાસ પરમીટ અને દારૂના નશામાં બાઈક હંકારતા અટક કરી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે અલગ અલગ જગ્યાએ ત્રણ જણાની દારૂ પીને વાહન ચલાવવા બદલ અટક કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...