નીવ પ્રકરણમાં નિષ્ઠાપૂર્વક કામ બદલ ફાયરબ્રિગેડને શુભેચ્છા

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વણેસા ગામના અઢી વર્ષના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
નીવ પ્રકરણમાં નિષ્ઠાપૂર્વક કામ બદલ ફાયરબ્રિગેડને શુભેચ્છા
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વણેસા ગામના અઢી વર્ષના નીવ પટેલના મૃતદેહને શોધવાનું મીંઢોળા નદીનાપાણીમાં જોખમ વ્હોરીને કુશળતા પૂર્વક ઓપરેશન પાર પાડવા બદલ ગર્વની લાગણી સાથે લેખિતમાં ટીમને શુભેચ્છા પાઠવી છે.

બારડોલી નગરપાલિકાના ફાયર ટીમે વણેસા ગામના નિવ પટેલને તેના પિતાએ મિંઢોળા નદીમાં ફેંકી દેવાના પ્રકરણમાં નિવને શોધવો બારડોલી નગરપાલિકાના ફાયર ટીમ 16મી જુલાઈથી 25મી જુલાઈ સુધી સઘન શોધખોળ ઓપરેશન કુશળપૂર્વક હાથ ધરી બાળક નિવના મૃતદેહને શોધ કાઢીને સમગ્ર ટીમ દ્વારા આપને સોંપેલ ફરજથી પણ વધુ કાર્યક્ષમતા અને સંવેદનશીલતા દાખવીને નદીના ધસમસતા પ્રવાહમાં જોખમ વ્હોરીને પણ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. જે બદલ બારડોલી મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે આપની ફરજ પરસ્તીની સરાહના કરી સમગ્ર ટીમના ટીમ વર્કને અભિનંદન પાઠવ્યા છે.

X
નીવ પ્રકરણમાં નિષ્ઠાપૂર્વક કામ બદલ ફાયરબ્રિગેડને શુભેચ્છા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App