કોષ ગામે મૃત મોર સાથે 2 ઝડપાયા

મહુવા તાલુકાન કોષ ગામેથી બે ઈસમો પાસેથી રાષ્ટ્રીયપક્ષી મોર મૃત હાલતમાં હોવાની બાતમી વનવિભાગને થતા વનવિભાગે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
કોષ ગામે મૃત મોર સાથે 2 ઝડપાયા
મહુવા તાલુકાન કોષ ગામેથી બે ઈસમો પાસેથી રાષ્ટ્રીયપક્ષી મોર મૃત હાલતમાં હોવાની બાતમી વનવિભાગને થતા વનવિભાગે બંને ઈસમોની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કોષ કાનજી ફળિયામાંથી બે ઈસમો રાષ્ટ્રીય પક્ષી મોર ને મૃત હાલતમાં લઇને ફરી રહ્યા હોવાની બાતમી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા ને થતા તેમણે તાત્કાલિક સ્ટાફ ને મોકલતા જ અતુલભાઈ ગંગારામ કોટવાડિયા (રહે.મહુવરીયા) અને હરિષભાઈ નવિનભાઈ કોટવાડિયા (રહે.મહુંવરિયા)ને રાષ્ટ્રીય પક્ષી મોર ને મૃત હાલત માં લઈને ફરતા ઝડપી પાડ્યા હતા. આરોપીએ આ મોર મૃત હાલતમાં જ મળ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ બાબત અનેક શંકા કુશંકા સેવાઇ રહી છે.વધુ માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા એન.એમ.મિસ્ત્રી ઘનિષ્ઠ તપાસ કરી ગુનો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મૃત મોર સાથે બે યુવકોને વન વિભાગે પકડ્યા.

X
કોષ ગામે મૃત મોર સાથે 2 ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App