કડોદરામાં બેન્કનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ

3 ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
કડોદરામાં બેન્કનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ
કડોદરા ઠાકોરજી કોમ્પલેક્સમાં પહેલા માળે આવેલ બેંકના એટીએમમાં ત્રણ અજાણ્યા ઈસમો ઘૂસી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, અને નુકસાન કરી ભાગી ગયા હતાં. જે અંગે પોલીસમાં ગૂનો નોંધાયો છે.

કડોદરાના ઠાકોરજી કોમ્પલેક્સમાં પહેલા માળે સીંડિકેટ બેંકનું એટીએમ આવેલ છે. જેમાં 3 ઓગસ્ટની રાત્રે અજાણ્યા યુવાનો એટીએમ તોડવા ઘૂસ્યા હતાં. અને ચોરી કરવાની કોશીશ કરી હતી. એટીએમમાં તોડ ફોડ કરી હતી. જેથી નુકસાન થયું હતું. તસ્કરો કશુ હાથ ન લાગતાં તસ્કરો ભાગી ગયા હતાં. જે અંગે સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો કેદ થતા આખર બુધવારના રોજ ત્રણ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ સંદિપ નામગીરી ધારીલાલ સિંગવીએ કડોદરા પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધ્યો છે.

X
કડોદરામાં બેન્કનું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App