કડોદરાના મુખ્ય માર્ગ પર 100 લારી ગલ્લાના દબાણો દૂર કરવાની નોટિસ

શોપિંગ કોમ્પલેકસના દુકાનદારો સાથે કારોબારી અધ્યક્ષની મિટિંગ કડોદરા નગરમાં લારી ગલ્લાના દબાણો અને ગંદકી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
કડોદરાના મુખ્ય માર્ગ પર 100 લારી ગલ્લાના દબાણો દૂર કરવાની નોટિસ

શોપિંગ કોમ્પલેકસના દુકાનદારો સાથે કારોબારી અધ્યક્ષની મિટિંગ

કડોદરા નગરમાં લારી ગલ્લાના દબાણો અને ગંદકી કરતાં કોર્મશીયલ વિસ્તારો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ ગુરુવારે કડોદરા નગરના સ્વાગત કોમ્પલેક્સ ઠાકોરજી કોમ્પલેક્સએ સરદાર કોમ્પલેકસના દુકાનોને પાલિકાના સભાખંડમાં બેઠેક રાખી હતી. જેમાં તમામ દુકાનદારોને કોમ્પલેક્સમાં સ્વચ્છતા રાખવા બાબતે ચર્ચા કરી હતી. જ્યારે રાજ્ય સરકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો હોવાથી 50 માઈક્રોનથી ઓછી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકનો ન ઉપયોગ કરવા માટેની સૂચના આપી હતી. જ્યારે કડોદરા નગરમાં બુધવારે નહેરના અંદાજિત એક કિમીના રસ્તા પરથી 450 જેટલા લારી ગલ્લાના દબાણનું ડિમોલિશન બાદ ગુરુવારના રોજ કડોદરા ચાર રસ્તાથી સુરત તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાવાળાઓ ધંધા કરતાં આવ્યા છે. જે દબાણ હોય, પાલિકા આ ધંધાદારીઓ પાસે ભાડુ પણ વસૂલતી નથી જેથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા પણ અવાર નવાર સર્જાતી હોય છે. જેથી પાલિકાએ આ તમામ લારી ગલ્લાના દબાણને દરૂ કરવાનુ નક્કી કરી 100 જેટલા દબાણકર્તાઓને લેખિતમાં નોટિસ આપી ત્રણ દિવસમાં દબાણ સ્વૈચ્છિક દૂર કરવાની જણાવેલ છે. રસ્તા પરનું દબાણ દૂર થતાં ગંદકીનું પ્રમાણ પણ ઘટી જવાની આશા સેવાઈ રહી છે. પાલિકાએ હાલ નગરમાં માર્ગ પરના દબાણો ખુલ્લો કરવા સક્રીય બની છે.

કડોદરા પાલિકાના શાસકોએ વેપારીને સૂચના આપી

શોપિંગ સેન્ટરોમાં કેમેરા મુકવામાં આવશે

આગામી દિવસોમાં કડોદરા નગરના કોર્મશીયલ શોપિંગોના દુકાનદારો સાથે મિટિંગ કરી સફાઈ બાબતે તેમજ દરેક શોપિંગમાં સીસી કેમેરા મુકવામાં આવસે. નગરજનોની સુવિધા અને વિકાસને ધ્યાનમાં રાખી માર્ગનું દબાણને દૂર કરવાનું નક્કી થયું છે. અંકુરભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ નગરપાલિકા કડોદરા

X
કડોદરાના મુખ્ય માર્ગ પર 100 લારી ગલ્લાના દબાણો દૂર કરવાની નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App