તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Bardoli અવધી પુરી થયા પછીયે તાજપોર, ગોજી પંચાયતના નવા મકાનના કામો અધૂરા

અવધી પુરી થયા પછીયે તાજપોર, ગોજી પંચાયતના નવા મકાનના કામો અધૂરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોની નવી ઓફિસ બિલ્ડિંગના કામો શરૂ કરાયા હતાં. પરંતુ ઘણા સમયથી કામ કરતી એજન્સીએ અધૂરા કામ છોડ્યા બાદ ફરી ચાલુ નહીં કરતાં ઘણી પંચાયતના બિલ્ડિંગના કામ અધૂરા છે. છતાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ કે અધિકારીઓ તકેદારી રાખી નથી. સમય અવિધી પણ પૂર્ણ થઈ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી તાલુકાના ઘણા ગામોની ગ્રામપંચાયતની ઓફિસ બિલ્ડિંગનું કામ એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું. જેમાં તાજપોર બુજરંગ અને ગોજી ગામની ગ્રામ પંચાયતની ઓફિસ બિલ્ડિંગની પણ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં તાજપોર ગ્રામ પંચાયતની ઓફિસ બિલ્ડિંગનું લેબનું કામ બાદ બીજા સ્લેબ ભરવાની કામગીરીની તૈયારી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ કારણસર એજન્સીએ કામ અધૂરી છોડ્યું હતું. જે ત્રણ માસથી વધુ સમય વિતી જવા છતાં કામ શરૂ થઈ શક્યું નથી. જે અંગે અવાર નવાર અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરવા છતા કામ શરૂ કરાવી શક્યા નથી. ગોજી ગામની ગ્રામ પંચાયત ઓફિસ બિલ્ડિંગની પણ આજ સ્થિતિ હોવાનું જાણવા મળેલ છે. એક વર્ષ જેટલો સમય વિતવા છતાં ઓફિસ બિલ્ડિંગની સુવિધા નહીં મળતાં લોકોને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. હંગામી કચેરીથી વહીવટ ચલાવવો પડી રહ્યો છે. આટલી વિકટ સ્થિતિ છતાં બારડોલી તાલુકા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારી અધૂરુ કામગીરી શરૂ કરાવવા બાબતે નિષ્ક્રીયતા દાખવી છે.

ટુંક સમયામાં નવા મકાનની કામગીરી પુર્ણ થઇ જશે
ગ્રામ પંચાયતની નવી ઓફિસ બિલ્ડિંગના અધૂરા કામો શરૂ થઈ ગયા છે. ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે. પરિમલ પટેલ, ડે.ઈજનેર, માર્ગ મકાન પંચાયત વિભાગ, બારડોલી

તાજપોર ગામે અટકેલી કામગીરી.

અન્ય સમાચારો પણ છે...