તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનગઢ તાલુકાના ભટવાડામાં કૃષી સંવાદ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના ભટવાડા ગામમાં ગાંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા - તાપી દ્વારા તા. 04/10/2018 ને ગુરુવારના રોજ ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તજજ્ઞોનું સ્વાગત આગેવાનો દ્વારા "વાલી સંવાદ’ પુસ્તક આપીને કરવામાં આવ્યું. ડૉ. એમ. આર. ગામીએ ડાંગરના પાક વિશે ઉત્તમ માહિતી આપી. ડૉ. એસ. એમ. ચૌવાને પાકમાં પડતી જીવાતના ઉપાયો વિશે, જમીન વિશે અને પાક સંરક્ષણ વિશે માહિતી આપી. ડૉ. પી. કે. મોદીએ બાગાયતી પાક વિશે ખેડૂતોને માહિતી આપી. જેમાં 35 ખેડૂતોએ તેનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેતસીભાઈ ગ્રામશિલ્પીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...