તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલીમાં ‘આભાર માનીએ માતા પિતાનો’ કાર્યક્રમ યોજાયો

બારડોલીમાં ‘આભાર માનીએ માતા પિતાનો’ કાર્યક્રમ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસિનિયર સિટીઝન કલબ અને રોટરી કલબ સંયુક્ત ઉપક્રમે ચાલો આભાર માનીએ માતા પિતાનો કાર્યક્રમ સુંદર સમાજ ઉપયોગી કાર્યક્રમનું સફળ આયોજન સિનીયર સિટીઝન કલબ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં માતા પિતા પ્રત્યેના આદર, સ્નેહ અને સંભાળ સંદર્ભે યુવા પેઢીમાં સંવેદનશીલતાનો ક્રમશ: નોંધાપત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જે સમગ્ર સમાજ માટે ખરેખર એક ગંભીર અને ચિંતા ઉપજાવનારી બાબત છે. જેને અનુલક્ષીને આયોજન કરાયું હતું.

સમાજની સંવેદનશીલ સમસ્યા સંદર્ભે યુવાનોના હ્ય્દયમાં માતા પિતા અને વડીલો પ્રત્યે સ્નેહ અને આદરની લાગણીમાં સતત્યપૂર્ણ વધારો થાય તેવા ઉમદા હેતુથી ઉપરોક્ત બંને સંસ્થાઓના સહીયારા પ્રયાસથી એક સુંદર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના યુવાન મોટીવેશનલ સ્પીકર ભાવિન શાહ વક્તા તરીકે હાજર રહ્યાં હતાં. અને કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને જીવનમાં માતા પિતાનું મહત્વ ખરેખર શું છે તે તેમની રસપ્રદ અને રોચક શૈલીમાં જણાવ્યું હતું. કાર્યક્રર્મ દરમિયાન પોતાના માતા પિતાની યાદથી અનેક યુવાનો ભાવુક અને લાગણીશીલ બની ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...