• Gujarati News
  • જો તમારે સુખી બનવું છે તો બીજાના સુખની ઈચ્છા કરો

જો તમારે સુખી બનવું છે તો બીજાના સુખની ઈચ્છા કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીવર્ધમાન સ્વામી પ્રસાદ પાસે આવેલ માણેક ભવન ખાતે પૂ. પંન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજના શિષ્યરત્ન પંન્યાસ પદ્મદર્શનજી મહારાજ અને પૂ. મુની પ્રતિદર્શનજીની પાવન પધરામણી થઈ હતી. પૂ. પાવન નિશ્રામાં જ્ઞાનગોષ્ઠીનું આયોજન થયું હતું. જેમાં જિજ્ઞાશુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો.

પૂ. પંન્યાસ પદ્મદર્શનજીમહારાજે જણાવ્યું હતું કે દુર્ગતિમાં પડતાં જીવનોને પકડી રાખે અને સદ્દગતિનું રિઝવેશન કરાવી આપે તેનું નામ ધર્મ કહેવાય હિન્દુસ્તાનમાં ધર્મનો પ્રચાર અને પ્રસાર વધી રહ્યો છે. માટે મોટી આફતોમાંથી દેશ બચી જાય છે. જીવસત્કાર આર્ય સંસ્કૃતિનો પાયો છે. જ્યાં જીવદયા કે જીભદયા નામનો ધર્મ નથી. ત્યાં અણધારી આફતો આવ્યા કરતી હોય છે. હું મારી રક્ષા કરું એવી વિચારધારાને બદલે સર્વજીવોની રક્ષા કરું એવી ઉત્તમ વિચારધાર જીવને શિવ બનાવવા સમર્થ છે. જનહિતની પ્રવૃત્તિ દ્વારા આત્મકલ્યાણ નિશ્ચત થાય છે. સર્વ જીવો પ્રત્યે સ્નેહની સરવાણી વહાવવાથી જીવનમાં સુખનું સામ્રાજ્ય વિસ્તરે છે.

તમારા જીવનમાં જે કંઈ પણ દુ:ખો આવે છે. તેના મૂળમાં તમે પોતે છો. બીજાના જીવનમાં દુ:ખ આવે એવું સિંચન તમને દુખી બનાવે છે. જો સુખી બનવું છે તો બીજાના સુખની ઈચ્છા કરો. દેવો પણ તમને નમસ્કાર કરવા તૈયાર છે જો તમારું હૈયું સાફ હોય ધર્મ કરવા પૂર્વે અધર્મને કાઢો, દીવાલને કલર કરતાં પૂર્વે ઘસીને સાફ કરવી પડે છે. દિલની દીવાલ સાફ કર્યા વિના ધર્મ જામતો નથી. દૂધમાં મેળવેણ નાંખો તો દહી બને. પણ જો તમને એમાં લીંબુનું ટીપુ નાંખો તો દહીં તો બને પણ દૂધ પણ તામારા હાથમાંતી જાય.

તેમણે જણાવ્યું કે ધર્મ આપણા જીવનનો આધાર છે. હૈયામાં રહેલા અશુભ વિચારો લીંબુના ટીપા જેવા છે. શુભ વિચાર દૂધમાં નાંખેલા મેળવણ જેવા છે. સદ્દભાવ લાવતા પૂર્વે અસદ્દભાવના કચરાને દૂર કરો. મનના મંદિરને શુભ વિચારોથી શણગારતા શીખો.

બારડોલી જૈન સંઘમાં પૂ. પદ્મદર્શનજીનું વ્યાખ્યાન