• Gujarati News
  • ચલથાણમાંથી 8 લાખના દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા

ચલથાણમાંથી 8 લાખના દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના ચલથાણ ગામે નેશનલ હાઈવે નં 8 ઉપર સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમે એક ટ્રક અટકાવી ટ્રકની અંદરથી પરપ્રાતં બનાવટની વિદેશી દારૂની 5040 નંગ બોટલ કિંમત 8.40 લાખ તથા રૂ. 8 લાખની ટ્રક સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફના માણસોએ પલસાણાથી કડોદરા તરફ જતા નેસનલ હાઈવે નં 8 ઉપર ચલથાણ ગામ નજીક રેલવે ઓવરબ્રીજ ઉપર દમણથી વિદેશી દારૂ ભરીને આવતી એક ટ્રક નં (GJ-17TT-9126)ને અટકાવી તપાસ કરતાં ટ્રકની અંદરથી ગેરકાયદે રીતે ઈંગ્લિશ દારૂની દમણ બનાવટની અલગ અલગ બ્રાંડની બિયર તથા વ્હીસ્કીની બાટલી 5040 કિંમત 8.40 લાખ અને ટ્રકની કિંમત 8 લાખ તેમજ બે મોબાઈલ કિંમત 2000 મળી કુલે 16,42,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે રીયાઝુદ્દીન યુસુફમીયા કાઝી (42) (રહે. હીલપાર્ક સોસાયટી, નુરએ મહંમદ સોસાયટી મસ્જિદ પાસે ગોધરા) તેમજ હરીશકુમાર છગનભાઈ પરમાર (21) (રહે. ગઢડા ગામ, ગોધરા)ને ઝડપી પાડ્યા હતા.

ગાંધીનગરની વિજિલન્સની પોલીસે તેમના વિરુદ્ધ કડોદરા પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.