• Gujarati News
  • 154 ડબ્બામાં અખાદ્ય ગોળ ઝડપાયો

154 ડબ્બામાં અખાદ્ય ગોળ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીથીથોડે દૂર નેશનલ હાઈવે ઉપર આવેલ રણોદ્રા નજીકથી પોલીસે એક લાખથી વધુની કિંમતના 154 ડબ્બા અખાદ્ય ગોળ ભરેલો ટેમ્પો રવિવારે બપોરે ઝડપી પાડ્યો હતો. ટેમ્પોનો ચાલક ઝડપાય ગયો હતો. જ્યારે બે જણાંને વોન્ટેડ બતાવાયા છે.

નવસારી સીપીઆઈ કચેરીને અખાદ્ય ગોળ અંગે મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર સીપીઆઈ એસ.બી.શેખની સૂચના અંર્તગત સ્ટાફે વોચ રાખી હતી. દરમિયાન આશરે 12 વાગ્યાના અરસામાં પલસાણા તરફથી એક ટેમ્પો નં.જીજે-5-ટી-594 આવતા તેને પોલીસે રોક્યો હતો. ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતા મોટીસંખ્યામાં ડબ્બા ભરેલ જણાયા હતા. ડબ્બા ખોલી જોતા તેમાં અખાદ્ય ગોળ હોવાનું જણાયું હતું. જેને લઈ એફએસએલને બોલાવી ચકાસણી કરાવી હતી. ચકાસણીમાં બગડી ગયેલ ગોળ જણાયો હતો.

ટેમ્પોના ચાલકને તેનું નામ પૂછતા તેણે વિનોદ હળપતિ હોવાનું જણાવ્યું અને તે કણઈનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોમાં રાખેલ માલ અંગે બિલ વગેરે માગતા તે પણ તેની પાસે હતું. પોલીસે વિનોદ હળપતિની પ્રાથમિક પૂછપરછ કરતા ટેમ્પોમાં ભરેલ ગોળનો જથ્થો બારડોલીના મુકેશભાઈ શાહનો હોવાનું તથા જથ્થો તરભોણના ભગવાનદાસ નામના શખ્સને ત્યાં લઈ જવાઈ રહ્યાનું જણાવાયું હતું. મુકેશભાઈ અને ભગવાનદાસ કયા વ્યવસાય સાથે સંકળાયેલ તે જાણી શકાયું હતું. અખાદ્ય ગોળ પલસાણા તરફથી તરભોણ લઈ જવાઈ રહ્યો હતો. પોલીસે અખાદ્ય ગોળનો જથ્થાના કેસમાં ટેમ્પો ચાલક વિનોદ હળપતિની અટક કરી હતી. જ્યારે બે જણાં વોન્ટેડ છે. પોલીસે 1.07 લાખ રૂપિયાની કિંમતનો ગોળ તથા 1 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 2.07 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. કેસ નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બન્યો હોય આગળની તપાસ પીએસઆઈ ડી.એસ.સોનીને અપાઈ હોવાનું સીપીઆઈએ જણાવ્યું હતું.

નવસારી જિલ્લામાંઅવારનવાર અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાઈ છે. અખાદ્ય યા જેને બગડી ગયેલ ગોળ કહેવાય છે દેશી દારૂની બનાવટમાં વપરાય છે. જિલ્લામાં દેશી દારૂની બનાવટમાં વધુ પ્રમાણમાં ગોળનો ઉપયોગ થાય છે. અખાદ્ય ગોળનો અન્ય ઉપયોગ પણ હોવાનું કહેવાય છે. રણોદ્રા નજીક પકડાયેલા અખાદ્ય ગોળનો જથ્થો દેશી દારૂની બનાવટ માટે જઈ રહ્યો હતો અને ક્યાં સપ્લાઈ થવાનો હતો તે બાબત આગળની તપાસમાં ખુલી શકે છે.

અખાદ્ય ગોળ દેશી દારૂની બનાવટમાં ઉપયોગ

પોલીસે 154 ડબ્બા અખાદ્ય ગોળ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.