• Gujarati News
  • National
  • તેન હાઈસ્કૂલમાં ‘વ્યક્તિત્વ વિકાસ’ સેમિનાર યોજાયો

તેન હાઈસ્કૂલમાં ‘વ્યક્તિત્વ વિકાસ’ સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતવલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ તથા રોહિત સમાજના આગેવાનોના સંયુક્ત ઉપક્રમે 24 અને 25મીના રોજ વ્યક્તિત્વ વિકાસ કાર્ય શિબિરનું આયોજન થયું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકીએ શાળાનો પરિચય આપી વક્તાઓને શબ્દો તથા પુસ્તક દ્વારા સન્માનીત કર્યા હતાં.

કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી રમણભાઈ સોલંકી, આચાર્ય સુનિલભાઈ ચૌધરી તથા કારાબોરી સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જેમાં જાણીતા શિક્ષણવિદ્દ ડો. શશીકાંત શાહ, ડો. ઈન્તેખાબ અન્સારી, પ્રિ. વિજય પટેલ, પ્રિ. સુનિલ શાહ, પ્રો, શ્રી હરેકૃષ્ણ ગોહેલ તતા હરેકૃષ્ણ શાસ્ત્રી ઉપસ્થિત રહી શાળાના બાળકોને સંસ્કાર, મૂલ્યો, ચિંતામૂક્ત શિક્ષણ, ધ્યેય પ્રાપ્તિ જેવા ગુણોનો સિંચન માટે સતત બે દિવસ સુધ ઉમદા ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તમામ વક્તાઓ વિદ્યાર્થીઓના જીવનનો સર્વાંગી વિકાસ થાય તથા જીવનમાં ધારેલા લક્ષ્યને પાર પાડવા માટે માહિતગાર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...