તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી નગરમાં બે કાર ભટકાતા એક ઇજાગ્રસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી નગરના ગૌરવપથ પર ગુરુવારની રાત્રિ દરમિયાન બે કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક કારના ચાલકને ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અક્સ્માતની ઘટનાને પગલે નગરજનોનું મોટું ટોળુ વળ્યું હતું. ગૌરવપથ પર બારડોલી તાલુકા પંચાયતના ગેટની સામે રાત્રે એક કાર રસ્તો ક્રોસ કરતી વેળાએ બીજી કાર સાથે ભટકાતા અકસ્માત થયો હતો. બંને કારો ઘડકા સાથે અથડાવાથી નગરમાં સ્થળ પર મોટું ટોળુ વળી ગયું હતું. એક કારના ચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સેન્ટ્રોકાર અને બિટ કાર વચ્ચે અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...