• Gujarati News
  • National
  • બે બાઇક ભટકાતાં ધાણાવડના યુવકનું મોત

બે બાઇક ભટકાતાં ધાણાવડના યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ઉંમરપાડા તાલુકાના ધાણાવડ ગામે નિશાળ ફળિયામાં રહેતા વિશાલભાઈ વસંતભાઈ વસાવા (19) બુધવારના રોજ સવારે સ્પ્લેન્ડર મોટરસાઈકલ (GJ-19A-7721) લઈ ગાણાવાડ ગામે રહેતી પત્નીને લેવા માટે નીકળ્યો હતો. ઉંમરપાડાના પીનપુર ગામેથી પસાર થતો હતો ત્યારે વિકાસ કિરીટ વસાવા (રહે. પીનપુરષ તા. ઉમરપાડા) પોતાની મોટરસાઈકલ પર પૂર ઝડપે આવી સામેથી આવતાં વિશાલભાઈ વસાવાની મોટરસાઈકલને અડફટેમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં વિશાલને શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવારમાટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિશાલનું મોત થયું હતું. હકીકત અંગે મરણજનાર યુવાનના પિતા વસંતભાઈ દેવજીભાઈ વસાવાએ પોલીસમાં ફરિયાદ આપતા વિકાસ કિરીટભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...