• Gujarati News
  • National
  • કડોદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

કડોદ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના કડોદ ખાતે આવેલ કડોદ હાઈસ્કૂલમાં મંગળવારના રોજ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 600 જેટલા વિદ્યાર્થી અને 150 જેટલા સ્ટાફ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યોનું ચેક અપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલચેકપ, કાન, નાક, ગળા સહિત હ્ય્દયનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ભાવિન ચૌધરી, ડો. હેમાશું કટારિયા, ડો. ચેતન ચૌધરી, ડો. દિપ્તી ચૌધરી, ડો. હેમાલી પટેલ, ડો. પ્રયત્નકુમાર સહિતની ટીમોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને ટ્રસ્ટી મંડળના સભ્ય બાલુભાઈ ઈંટવાળાએ પુષ્પગુચ્છ આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...