• Gujarati News
  • National
  • મોરી બાદ હવે ભામૈયાથી એક સાથે બે બાઇક ચોરાઇ

મોરી બાદ હવે ભામૈયાથી એક સાથે બે બાઇક ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકામાં વાહનચોર ટોળકી સક્રીય થઈ છે. ગત દિવસોમાં મોરી અને ત્યારબાદ ભામૈયા ગામે આવેલ માહ્યવંશી મહોલ્લામાંથી બે બાઈકલની ચોરી થતાં પંથકમાં ચોરનો ભય સતાવી રહ્યો છે.

સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના દિનપ્રતિદન ચોરીની ઘટનાઓ વધી રહી છે. ગત દિવસોમાં મોરી ગામે ગ્રીલ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ બાદ એક જ માલિકની બે બાઈકની ચોરી કરી હતી. જેથી ગામમાં ચોરીનો ભય છવાયો હતો. હજુ આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં તો ફરી સોમવારની રાત્રિના સમયે ભામૈયા ગામે માહ્યવંશી ફળિયામાં રહેતા દલપતભાઈ નગીનભાઈ પરમાર રાત્રીએ જમી પરવારીને સૂઈ ગયા હતાં. સવારે તેઓ નોકરી જવા માટે પોતાની મોટરસાઈકલ હોન્ડા ડિલક્ષ (GJ-19S-0466) જોતા મોટરસાઈકલ ન મળતાં ચોરી થયાનો અહેસાસ થયો હતો. આ સાથે તેમના છોકરીની મોટરસાઈકલ પેશન (GJ-AD-9934)પણ ગાયબ જણાતાં તેની શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. એક માલીની બે મોટરસાઈકલ એક રાત્રિમાં ચોરી થઈ ગઈ હતી. અવાર નવાર ચોરીની ઘટનાથી પંથકમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક ગ્રામજનો પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...