• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • બલેશ્વરની કંપની પાસે 1.33 કરોડનું કાપડ મંગાવી બાદમાં પેમેન્ટ ન ચુકવાયું

બલેશ્વરની કંપની પાસે 1.33 કરોડનું કાપડ મંગાવી બાદમાં પેમેન્ટ ન ચુકવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલેશ્વર ગામે ઈકો ટેક્સટાઈલમાં પાર્કમાં મેસર્સ સિગ્નેટ ડેનિમ પ્રા. લિ.માં દિલ્હીની ત્રણ વેપારીઓ આવી બહુ પ્રતિષ્ઠિત વેપારીની ઓળખ આપી હતી. ડેનિમ કાપડ ખરીદી કરી સમયસર રૂપિયા ચૂકવવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેથી વેપારીઓના ઓર્ડર મુજબ 1.33 કરોડ રૂપિયાનું ડેનિમ કાપડ મોકલાવ્યું હતું, પરંતુ આ કાપડના રૂપિયા ચૂકવ્યા વગર ત્રણે વેપારી દુકાન બંધ કરી નાસી જતાં પોલીસમાં ત્રણ વેપારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ઈકો ટેક્સટાઈલ પાર્કમાં મેસર્સ સિગ્નેટ ડેનીમ પ્રા. લિ. આવેલ છે. જેમાં કાપડનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. જેમાં મનોજ રામનિરંજન તુલશ્યાન (રહે. એમ-5, સોમવેશ્વરા, એડવેનલ, વેસુ સુરત) કંપનીમાં એક્ટીવ ડિરેક્ટર છે. એપ્રિલ 2018માં સુરતના કાપડ દલાલ ભાઈઓ કંપનીમાં આવી અમારી પાસે દિલ્હીના વેપારીઓ છે. જે સારી છાપ ધરાવે છે, અને સમસર રૂપિયા પણ ચૂકવે છે. જેથી વેપારીઓને મળવા બોલાવ્યા હતાં. દિલ્હીથી ત્રણ વેપારી પુસ્કર મિત્તલ (રહે. યુમુના વિહાર, સેલમપુર, યુપી, પૂર્વ દિલ્હી, ખાનપુરધાની દિલ્હી), મુકેશભાઈ અગ્રવાલ (રહે. રામપ્રસ્થ કોલોની, ગાંઝીયાબાદ યુપી) અને ઘનપ્રકાશ ઉર્ફે ધનંજયસિગં ખજાનસિંગ મિલમાં આવ્યા હતાં. પોતે દિલ્હી ખાતે બહુપ્રતિષ્ઠિત વેપારી તરીકેની ઓળખ આપી હતી. દિલ્હીમાં મેસર્સ તિરૂપતિ ટ્રેડર્સ નામની મોટી વેપારી કંપની છે. ત્રણે ડેનીમ કાપડ ખરીદી સમયસર રૂપિયા ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. બાદમાં વેપારીઓ પ્રથમ ઓર્ડર આપતાં 27મી એપ્રિલ 2018ના રોજ 55,58,992 રૂપિયા કાપડ ચેતક રોડ કેરિયર્સ મારફતે મોકલાવ્યું હતું. ત્યારબાદ 9મી મેના રોજ બીજા ઓર્ડરમાં 48,11,767 રૂપિયાનું કાપડ અને ત્રીજા ઓર્ડરમાં 10મી મે 2018ના રોજ 29,96,111 રૂપયાનું ડેનિમ કાપડ દિલ્હી ખાતે વેપારીને ત્યાં મોકલાવ્યું હતું. શરત મુજબ સમય થતાં કાપડ દલાલને પૂછતાં 55.58 લાખનો ચેક આપ્યો છે. અને દિલ્હી વેપારીઓ રૂપિયાની કેંચ હોવાથી 45 દિવસની સમયમર્યદા રાખવાની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું. એક્ટીવ ડિરેટરે ચેક લીધો હતો. ચેક જમા કરવાની તારીખ પહેલા 5મી જુનના રોજ માલૂમ થયું કે દિલ્હીના વેપારીઓ દુકાન બંધ કરી નાસી ગયા છે. જ્યારે આપેલ ચેકના ખાતામાં રૂપિયા પણ ન હોવાનું માલૂમ થયું હતું. જેથી દિલ્હી તપાસ કરતાં ત્રણે વેપારીઓએ જે દિલ્હીનું એડ્રેસ દુકાનનું આપ્યું હતું જે બંધ હતી ત્યાંથી ખબર પડી કે ત્રણે વેપારીઓ ઘણાના કાપડાના રૂપિયા ચૂકવ્યા વગર જ ભાગી ગયા છે. જેથી પલસાણા પોલીસમાંત્રણે વેપારીઓ વિરુદ્ધ 1,33,66,669 રૂપિયાનો વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ આપતાં ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...