તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓ રાસ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ

બારડોલી | બારડોલીનગરની સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓએ અસ્તાન કન્યા વિદ્યાલયન ખાતે આયોજીત રાસ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. માટે હવે વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ દેખાવ કરશે. બારડોલી ખાતે જિલ્લા રમત ગમત અધિકારી તરફથી જિલ્લાકક્ષાના રાસ ગરબાની સ્પર્ધાનું આયોજન અસ્તાન કન્યા વિદ્યાલયન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સેંસેરિતે સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં રાસમાં પ્રથમક્રમાંકે અને ગરબામાં દ્વિતીયક્રમાંક પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. ટૂંક સમયમાં તેઓ રાજ્યકક્ષાએ જશે. સિદ્ભિ બદલ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...