તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાની નરોલીમાં નહેરના કોઝવે નજીકથી યુવતીની લાશ મળી

નાની નરોલીમાં નહેરના કોઝવે નજીકથી યુવતીની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનીનાની નરોલી ગામે નહેરના કોઝવે પાસેથી અજાણી યુવતીની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી પસાર ઉકાઈ જમણા કાંઠા નહેરનાકોઝવે પાસેથી પાણીમાં એક અજાણી યુવતીની ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે સ્થળ પર આવી લાશને બહાર કઢવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના અંગે પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે પસાર ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણીમાં કોઝવે પાસે મંગળવારે એક યુવતીની લાશ હોવાની જાણ થતાં નૌગામા ગામના ખેડૂતે મંગળવારે માંગરોળ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્ટાફ તાત્કાલિક સ્થળ પર આવી અજાણી 25થી 30 વર્ષની યુવતીની લાશ પાણીમાં બહાર કાઢવી હતી. લાશ પાણીમાં ઘણા દિવસથી હોવાથી ડીકંપોઝ થઈ ગઈ હતી.

યુવતીએ કમરે લાલ કલરની લાંબી લેગીસ પહેરેલ છે. ઉક્ત વર્ણન ધરાવતી યુવતીના વાલી વારસોએ માંગરોળ પોલીસનો સંપર્ક કરવા જણાવેલ છે. અમોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કયાર્વાહી હાથ ધરી હતી.

લગભગ 25થી 30 વર્ષની યુવતીની લાશ ઘણા દિવસથી પાણીમાં હોવાથી ડીકંપોઝ થઈ ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...