તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખરેડાપાટ ગામે મશીન માથે પડતાં યુવકનું મોત

ખરેડાપાટ ગામે મશીન માથે પડતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના ખરેડા પાટ ગામે એક યુવકને પાણી ખેંચવાનું મશીન રિપેરિંગ કરતી વખતે વ્હીલ માથામાં વાગતા ગંભીર ઈજા થઈ હતી. જેનું હોસ્પિટલમાં બીજા દિવસે મોત નીપજ્યું હતું.

માંગરોળ તાલુકાના લવેટ ગામનો મહેશભાઈ મોહનભાઈ ગામીત (42) મશીન રિપેરિંગનું કામ કરવા ખરેડાપાટ ગામે 8મી સપ્ટેમ્બરે ગયા હતાં. પાણી ખેંચવાનું મશીન રિપેરિંગ કરતા અચાનક મશીનનું વ્હીલ તૂટી જતાં માથાના ભાગે લોખંડ વાગતાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...