તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી JCI દ્વારા જલારામ અન્ન ક્ષેત્રની શરૂઆત કરાઇ

બારડોલી JCI દ્વારા જલારામ અન્ન ક્ષેત્રની શરૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાંજેસીઆઈ બારડોલી સરદાર નામની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ કરી રહી છે જે અંતર્ગત તેમણે જલારામ અન્ન બેંકની શરૂઆત કરી છે. જેમાં સંસ્થા દ્વારા 20 પરિવારોને દર મહિને ઘઉં, ચોખા મફતમાં આપવામાં આવશે.

બારડોલી ખાતે કાર્યરત જેસીઆઈ બારડોલી દ્વારા જલારામ અન્ન બેંક ચાલુ કરવામાં આવી છે. જે બેંકમાં એકત્ર થયેલ અનાજને સંસ્થા દ્વારા ચોક્કસ સરવે કર્યા બાદ કુપોષિત શ્રમજીવી પરીવારોની પસંદગી કરીને તેમને સભાસદ બનાવવામાં આવે છે. અને તેમને દર મહિને વિના મૂલ્યે ઘઉંનો લોટ અને ચોખા બેંક તરફથી આપવામાં આવેશે. જેની નોંધ તેમને આપેલ પાસબુકમાં કરાશે. તાજેતરમાં બારડોલી જલારામ મંદિર પાછળ આવેલ વસતીમાં જલારામ બાપાના શ્રાદ્ધાના દિવેસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટની શરૂઆતના મુખ્ય મહેમાન તરીકે રાકેશ ગાંધી, મહેશભાઈ વિઠ્ઠલાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં સંસ્થા દ્વારા 20 લાભાર્થીઓને મહેમાનોના હાથે પાંચ કિલો ઘઉનો લોટ અને ચોખાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેસીઆઈના પ્રમુખ કુદંન મહેતો મહેમાનોને બેંકની કામગીરીથી વાકેફ કર્યા હતાં. વાઈસ પ્રેસિડેન્ટ કૌશીક પટેલે કોઈપણ વ્યક્તિ ધર્મ જાતિના ભેદભાવ વિના ઓછામાં ઓછું 10 કિલો અનાજ આપીને બેંકનો દાતા સભાસદ બની શકે છે.

20 પરિવારોને દર મહિને ખાદ્ય સામગ્રીની સહાય કરાશે

અન્ય સમાચારો પણ છે...