તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દવાખાને જવા માટે નીકળેલી બારડોલીની પરિણીતા ગુમ થઇ

દવાખાને જવા માટે નીકળેલી બારડોલીની પરિણીતા ગુમ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરની ઉપલી બજારમાં રહેતી પરિણીતા ઘરેથી દવાખાને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરેલ નથી. શોધખોળ કરવા છતાં ભાળ મળતાં આખર ગૂમ જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી નગરની જુમ્મા મસ્જિદ સામે ઉપલી બજારમાં રહેતા હિતેશભાઈ રમેશભાઈ રાવળની પત્ની પુષ્પાબેહન રાવળ (34) તાઈવાડ રામજી મંદિરની સામે દવાખાને જવાનું કહી ઘરેથી નીકળી હતી. પરંતુ પરત ઘરે ફરતાં શોધખોળ હાથ ધરી હતી. છતાં ભાળ મળતાં રવિવારના રોજ બારડોલી પોલીસમાં ગૂમ જાણવા જોગ ફરિયાદ આપી હતી. પરિણીતાએ શરીરે લાલા કરનો પંજાબી ડ્રેસ અને ભૂરા કરલનરી લેગીસ તથા ઓઢણી પહેરેલ છે. રંગે ઘઉંવર્ણની અને મોઢુ લંબદગોળ છે. ડાબા હાથે પીયુ (અંગ્રેજીમાં) છુંદણુ ગોદાવેલ છે. ઉક્ત વર્ણન ધરાવતી પરિણીતાની ભાળ મળે તો પોલીસને જાણ કરવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...